અજય દેવગણ, અક્ષય કુમાર, રણવીર સિંહ કે દીપિકા પાદુકોણ... જાણો ‘સિંઘમ અગેઇન’ માટે કોણે લીધી સૌથી વધુ ફી?
કોપ યુનિવર્સનો ત્રીજો ભાગ રોહિત શેટ્ટી દ્વારા દિગ

કોપ યુનિવર્સનો ત્રીજો ભાગ રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત 'સિંઘમ અગેઇન' થિયેટરોમાં આવવા માટે તૈયાર છે. અજય દેવગણની આ ફિલ્મ 1 નવેમ્બરે રિલીઝ થશે. જેને લઈને ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ છે. 350 કરોડના જંગી બજેટથી બનેલી આ ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત દીપિકા પાદુકોણ, કરીના કપૂર, અક્ષય કુમાર, રણવીર સિંહ અને ટાઈગર શ્રોફ પણ જોવા મળશે. આ સિવાય સલમાન ખાન પણ આ ફિલ્મમાં પોતાના ચુલબુલ પાંડે અવતારમાં આવીને ફેન્સને ચોંકાવી દેશે.
તાજેતરમાં, ‘સિંઘમ અગેઇન’નું વિસ્ફોટક ટ્રેલર રિલીઝ થયું હતું, જેણે ફેન્સને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. આ કોપ યુનિવર્સ ફિલ્મ સ્ટાર્સથી ભરેલી છે. એક ફિલ્મમાં આટલા બધા સ્ટાર્સ હોવા એ આશ્ચર્યજનક છે. તેમજ આ બધા સ્ટાર્સમાંથી કોણે કેટલી ફી લીધી તે પણ જાણવાની ઈચ્છા હોય તો ચાલો જાણીએ કે આ ફિલ્મ માટે કોણે કેટલા કરોડ રૂપિયા લીધા છે.
અજય દેવગણ
'સિંઘમ' (2011) અને 'સિંઘમ રિટર્ન્સ' (2014) પછી, દેવગણ તેના પોલીસમેન અવતારમાં સિંઘમ ફ્રેન્ચાઇઝીના ત્રીજા પાર્ટ સાથે પરત ફરી રહ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મમાં લીડ એક્ટર તરીકે તેને 35 કરોડ રૂપિયાની મોટી રકમ મળી છે.
અક્ષય કુમાર
જ્યારે અક્ષય કુમાર પહેલી વખત સિંઘમ ફ્રેન્ચાઇઝીમાં જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો અક્ષય કુમારે 'સિંઘમ અગેઇન'માં તેના સ્પેશિયલ કેમિયો માટે 20 કરોડ રૂપિયાની ફી લીધી છે.
કરીના કપૂર ખાન
કરીના કપૂરે 'સિંઘમ રિટર્ન્સ'માં અજય દેવગણની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. જ્યારે ‘સિંઘમ અગેઇન’માં કરીના અવનિ કામથ સિંઘમના રોલમાં જોવા મળશે. રિપોર્ટ અનુસાર, કરીના કપૂરે આ ફિલ્મમાં તેના રોલ માટે 10 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
રણવીર સિંહ
આ સિવાય રણવીર સિંહ આ વખતે રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’માં પણ જોવા મળવાનો છે. રિપોર્ટ્સનું માનીએ તો રણવીર સિંહે ‘સિંઘમ અગેઇન’માં તેના રોલ માટે 10 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
દીપિકા પાદુકોણ
સિંઘમ ફ્રેન્ચાઈઝીમાં દીપિકા પાદુકોણની નવી એન્ટ્રી છે. દીપિકા શેટ્ટીના કોપ યુનિવર્સમાં 'લેડી સિંઘમ' શક્તિ શેટ્ટીનું પાત્ર ભજવી રહી છે. દીપિકાને આ ફિલ્મમાં તેના રોલ માટે 6 કરોડ રૂપિયાની ફી મળી છે.
અર્જુન કપૂર
રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સમાં આ વખતે અર્જુન કપૂર વિલન હશે. રિપોર્ટ્સ અનુસાર અર્જુન કપૂરે આ ફિલ્મ માટે 6 કરોડ રૂપિયા ફી લીધી છે. પીઢ અભિનેતા જેકી શ્રોફ પણ આ ફિલ્મમાં વિલન ઓમર હાફિઝની ભૂમિકા ભજવશે. જેકી શ્રોફે આ માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
ટાઇગર શ્રોફ
ટાઈગર શ્રોફ 'સિંઘમ યુનિવર્સ'માં એસીપી સત્યાની ભૂમિકા ભજવતી વખતે પોતાના એક્શનથી લોકોના હોશ ઉડાવી દેશે. આ ફિલ્મ માટે અભિનેતાએ 3 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.








