ઐશ્વર્યા રાયની ડોલ માર્કેટમાં આવતાની સાથે જ થઈ ટ્રોલ, સોશિયલ મીડિયા પર યુઝર્સે લઈ રહ્યા છે મજા
ઐશ્વર્યા રાય ઇન્ડસ્ટ્રીની બેસ્ટ એક્ટ્રેસમાંની એક છે. ભલે

ઐશ્વર્યા રાય ઇન્ડસ્ટ્રીની બેસ્ટ એક્ટ્રેસમાંની એક છે. ભલે એક્ટ્રેસે પોતાની જાતને ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર કરી લીધી હોય. પરંતુ તેની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. ફેન્સ એક્ટ્રેસ સાથે જોડાયેલી દરેક વાત જાણવા માટે ઉત્સુક છે. એક્ટ્રેસ જે પણ કાર્યક્રમ કે પાર્ટીમાં હાજરી આપે છે તે પોતાના સ્ટાઇલિશ લુકથી લોકોને દિવાના બનાવે દે છે. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. એક્ટ્રેસનો ક્રેઝ ફેન્સમાં એટલો વધારે છે કે, તેના નામની ડોલ પણ માર્કેટમાં આવી ગઈ છે.
શ્રીલંકાના એક કલાકારે ઐશ્વર્યા રાયના લુકની નકલ કરીને એક ડોલ બનાવી છે. અનંત અંબાણીના લગ્નમાં ઐશ્વર્યાએ લાલ રંગનો અનારકલી સૂટ પહેર્યો હતો. અભિનેત્રીએ તેના લુકને હેવી નેકલેસ સાથે પેર કર્યો હતો. એક્ટ્રેસની ડોલને પણ એવો જ લુક આપવામાં આવ્યો છે. શ્રીલંકન કલાકારે તરત જ ઐશ્વર્યાની ડોલનો ફોટો તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ ફોટો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે.
બજારમાં આવી ઐશ્વર્યાની ડોલ
આ ફોટો પર ફેન્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ઐશ્વર્યા જેવી સુંદર. અન્ય યુઝરે લખ્યું, શાનદાર. ત્રીજા યુઝરે મજા લેતા લખ્યું, સલમાન ખાન આ ડોલ જરૂર ખરીદશે. ઐશ્વર્યાની ડોલ વિશે યુઝર્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ પહેલા કરીના અને સૈફના દીકરા તૈમુરના નામની ડોલ બજારમાં ઉતારવામાં આવી હતી. લોકોને તૈમુરની ડોલ ખૂબ જ પસંદ આવી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઐશ્વર્યાએ તેની દીકરી સાથે સિમા એવોર્ડ્સમાં હાજરી આપી હતી. અભિનેત્રીને ‘પોન્નિયન સેલ્વન’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.






