ઓસ્કાર સુધી પહોંચ્યો ઐશ્વર્યા રાયનો 'જોધા અકબર'નો આઉટફિટ, જાણો શું છે કારણ
વર્ષ 2008માં આશુતોષ ગોવારીકરની પીરિયડ ડ્રામા ફિલ્મ જોધા અકબર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય

વર્ષ 2008માં આશુતોષ ગોવારીકરની પીરિયડ ડ્રામા ફિલ્મ જોધા અકબર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ દરમિયાન, તેણે લાલ રંગનો આઈકોનિક લહેંગા પહેર્યો હતો જે ડિઝાઇનર નીતા લુલ્લા દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: કોંગ્રેસના MLAએ અલ્લુ અર્જુનને આપી ચેતવણી, કહ્યું-'મુખ્યમંત્રી વિશે કંઈપણ બોલો તે પહેલા...'
ઐશ્વર્યાના લહેંગાને મ્યુઝિયમમાં રાખવામાં આવશે
હવે આ લહેંગાના નામમાં વધુ એક સિદ્ધિ જોડાઈ ગઈ છે. આ લહેંગાને એકેડેમી મ્યુઝિયમના કલર ઈન મોશન પ્રદર્શનમાં રાખવામાં આવ્યો છે. પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ્સ માટે પ્રખ્યાત એકેડમીએ તાજેતરમાં આ જાહેરાત શેર કરી અને ફેન્સ રોમાંચિત થયા ગયા છે. એકેડમીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર ઐશ્વર્યા રાયનો આ લુક શેર કર્યો છે.
એકેડમીએ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી
વીડિયો શેર કરતી વખતે, એકેડમીએ લખ્યું, “આ લહેંગા એક રાણી માટે પરફેક્ટ છે, જે સિલ્વર સ્ક્રીન માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. જોધા અકબર (2008) માં ઐશ્વર્યા રાયના આ લાલ વેડિંગ લહેંગાને લોકો હજુ પણ પસંદ કરે છે. તેનું સુંદર જરદોઝી વર્ક વર્ષો જૂની કળાને પ્રતિબિંબિત કરે છે અને જ્વેલરીની ઉત્તમ ગુણવત્તા પણ દર્શાવે છે. જ્યારે તમે તેને નજીકથી જોશો, ત્યારે તમને તેમાં કોતરવામાં આવેલ એક મોર પણ દેખાશે, જે ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. તે સંપૂર્ણપણે હીરા અને રત્નોથી બનેલું છે. નીતા લુલ્લાએ માત્ર આઉટફિટ જ નથી ડિઝાઇન કર્યો, પરંતુ તે ભારતના વારસાનું પ્રતીક છે.”
ફેન્સે પણ કમેન્ટ સેક્શનમાં ઐશ્વર્યા માટે ચીયર કરવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યું, "આઈકોનિક ભારતીય ફિલ્મો એકેડમી પેજ પર દર્શાવવામાં આવી રહી છે." બીજાએ લખ્યું- "આખરે કોઈએ ઐશ્વર્યા રાયની ફિલ્મ પર ધ્યાન આપ્યું."
ઓસ્કારની રેસમાંથી બહાર થઈ 'લાપતા લેડીઝ'
એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ (AMPAS) વિશે વાત કરીએ તો, ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં 97મા એકેડેમી એવોર્ડ માટે ભારતની એન્ટ્રી, કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત 'લાપતા લેડીઝ'ને શોર્ટલિસ્ટ કરવામાં આવી નથી. આ ફિલ્મ હવે ઓસ્કારની રેસમાં નથી. જોકે, ભારત માટે હજુ પણ આશાનું કિરણ બાકી છે. ગુનીત મોંગાની 'અનુજા' હજુ પણ રેસમાં છે.








