મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

ડિવોર્સની અફવાઓ વચ્ચે સાથે પાર્ટી કરતા જોવા મળ્યા ઐશ્વર્યા-અભિષેક, 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી સાથે લીધી સેલ્ફી

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના ડિવોર્સની અફવાઓ છેલ્લા કેટલાક મહિનાઓથી જોરશોરમાં હતી.

ડિવોર્સની અફવાઓ વચ્ચે સાથે પાર્ટી કરતા જોવા મળ્યા ઐશ્વર્યા-અભિષેક, 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી સાથે લીધી સેલ્ફી

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના ડિવોર્સની અફવાઓ છેલ્લા કેટલાક મહિનાઓથી જોરશોરમાં હતી. બચ્ચન પરિવારમાં અણબનાવ અને ઐશ્વર્યા અને અભિષેક વચ્ચેના સંબંધમાં તણાવની ચર્ચા બધે જ થઈ રહી હતી. અત્યાર સુધી બંને દરેક જગ્યાએ અલગ-અલગ જોવા મળતા હતા. કોઈપણ ફંક્શન હોય ઐશ્વર્યા-અભિષેક દરેક જગ્યાએ અલગ-અલગ હાજરી આપતા જોવા મળ્યા હતા. બંનેએ એકસાથે ફોટો પણ ક્લિક નહોતા કર્યા. પરંતુ, હવે બોલિવૂડ કપલનો એક એવો ફોટો સામે આવ્યો છે, જેને જોઈને જે લોકો કહેતા હતા કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે બધું બરાબર નથી તેના મોં પર તાળા લાગી ગયા છે. 

આ પણ વાંચો: 25 વર્ષે ભારત આવેલી આ બોલિવુડ હિરોઈનની ગજબ છે લવ સ્ટોરી!

ઐશ્વર્યા-અભિષેકે સાથે પાર્ટી કરી

ઐશ્વર્યા-અભિષેક તાજેતરમાં એક પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. આ ઈવેન્ટમાંથી બંનેનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બંનેનો આ ફોટો સામે આવ્યા બાદ તેમના ડિવોર્સની અફવાઓ પર ફૂલ સ્ટોપ લાગ્યો છે. ફિલ્મ પ્રોડ્યુસર અનુ રંજને આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં અભિષેક-ઐશ્વર્યા સાથે સેલ્ફી લેતા જોવા મળી શકે છે. આ ફોટો સામે આવ્યા બાદ કપલના ફેન્સ ખૂબ જ ખુશ છે.

ઐશ્વર્યા-અભિષેકે આયેશા ઝુલ્કા સાથે સેલ્ફી લીધી

ગુરુવારે રાત્રે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન એક સાથે પાર્ટીમાં હાજરી આપી હતી, જ્યાં બંનેએ 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી આયેશા ઝુલ્કા સાથે સેલ્ફી લીધી હતી. ફિલ્મમેકર અનુ રંજને આ ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં ઐશ્વર્યા સેલ્ફી લેતી જોવા મળી રહી છે અને અભિષેક પણ તેની સાથે પોઝ આપી રહ્યો છે. આ પાર્ટીમાં ઐશ્વર્યા-અભિષેક ઉપરાંત સચિન તેંડુલકર અને તુષાર કપૂરે પણ હાજરી આપી હતી.

અભિષેક આરાધ્યાના જન્મદિવસે પણ હાજર રહ્યો હતો

આ પહેલા તાજેતરમાં જ ઐશ્વર્યાએ દીકરી આરાધ્યાના જન્મદિવસની કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જેમાં અભિષેક નહોતો જોવા મળ્યો. આ પાર્ટીમાં અભિષેકે હાજરી ન આપી હોવાની ચર્ચા હતી, પરંતુ બાદમાં એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે અભિષેક પણ તેની પુત્રીના જન્મદિવસ પર ઐશ્વર્યા સાથે હાજર હતો. તમને જણાવી દઈએ કે, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના ડિવોર્સ ની અફવા જુલાઈથી ચાલી રહી છે. જોકે, ઐશ્વર્યા-અભિષેક કે બચ્ચન પરિવારના કોઈ સભ્યએ હજુ સુધી આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ સમાચાર શેર કરો