મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

AICWA સલમાન ખાનના સમર્થનમાં આવ્યું, અભિનેતાની સુરક્ષા માટે PM મોદીને કરી અપીલ

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘર પાસે થયેલા ફાયરિંગે બધાને ચોંકાવી દીધા છે. ફિલ

AICWA સલમાન ખાનના સમર્થનમાં આવ્યું, અભિનેતાની સુરક્ષા માટે PM મોદીને કરી અપીલ

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘર પાસે થયેલા ફાયરિંગે બધાને ચોંકાવી દીધા છે. ફિલ્મ જગતના લોકોએ આ મામલાને લઈને ખૂબ જ ચિંતા વ્યક્ત કરી છે. તે જ સમયે, હવે ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશને(AICWA)પણ આ મામલે પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશને(AICWA) ફાયરિંગ મામલે નિવેદન જાહેર કરી જણાવ્યુ છે કે, ‘અભિનેતા સલમાન ખાનની ઓળખ માત્ર બોલિવૂડ કે ભારત પૂરતી સીમિત નથી. તે આખી દુનિયામાં ઓળખાય છે. મુદ્દો એ છે કે મુંબઈના સૌથી વીઆઈપી વિસ્તારમાં ફાયરિંગ થઈ રહ્યું છે. દેશમાં ચૂંટણીનો માહોલ છે અને ગુંડાઓ ખુલ્લેઆમ ગોળીબાર કરી રહ્યા છે.

ગેંગસ્ટર્સ બોલિવૂડમાંથી પૈસા પડાવી શકે છે

એસોસિએશન દ્વારા પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરાઇ છે. સાથે આ ઘટનામાં સામેલ લોકોની ધરપકડ કરવાની પણ માંગ કરી છે. એસોસિએશને સલમાન ખાનની સુરક્ષા પર ધ્યાન આપવાની પણ અપીલ કરી છે. હતી. એસોસિએશનનું કહેવું છે કે આ ઘટનાને કારણે સમગ્ર બોલિવૂડમાં ડરનો માહોલ છે, જેનો ફાયદો ઉઠાવીને ગેંગસ્ટર બોલિવૂડમાંથી પૈસા પડાવી શકે છે. એસોસિએશને તેના નિવેદનમાં વધુમાં કહ્યું કે આવી ઘટનાઓને રોકવા માટે ગુનેગારો સામે કાર્યવાહી કરવી જરૂરી છે. આખો દેશ અને બોલિવૂડ સલમાન ખાનની સાથે છે.

કેસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો

આ કેસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત સલમાન ખાનના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 10થી વધુ ટીમો આરોપીઓને પકડવા માટે કાર્યવાહીમાં લાગેલી છે. આ ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સલમાન ખાન સાથે ફોન પર વાત કરી હતી.

આ સમાચાર શેર કરો