મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અમદાવાદની યુવતીએ જીત્યો 2024નો 'મિસ યુનિવર્સ ઈન્ડિયા'નો તાજ, હવે વિશ્વ સ્તરે લેશે ભાગ

રવિવારે રાજસ્થાનના જયપુરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ગ્રાન્ડ ફ

અમદાવાદની યુવતીએ જીત્યો 2024નો 'મિસ યુનિવર્સ ઈન્ડિયા'નો તાજ, હવે વિશ્વ સ્તરે લેશે ભાગ

રવિવારે રાજસ્થાનના જયપુરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. આ ઇવેન્ટમાં ગુજરાતની 19 વર્ષની રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નું ટાઇટલ જીત્યું હતું. અભિનેત્રી અને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2015 ઉર્વશી રૌતેલાએ તેને 'તાજ મહેલ' ક્રાઉન પહેરાવ્યો હતો. આ જીત બાદ હવે રિયા મિસ યુનિવર્સનો ખિતાબ જીતે તેવી બધાને અપેક્ષા છે.

અમદાવાદની રિયાએ પોતાના નામે કર્યો ખિતાબ 

રિયા અમદાવાદની છે અને તેણે મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તે સ્કૂલના દિવસોથી જ મોડલિંગ અને પેજન્ટ કોમ્પિટિશનમાં ભાગ લેતી હતી. હવે તે અમદાવાદની યુનિવર્સિટીમાંથી પર્ફોર્મિંગ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કરી રહી છે. આ પહેલા રિયાએ મિસ ટીન અર્થ 2023નો ખિતાબ જીત્યો હતો. આ પહેલા તેણે મિસ ટીન યુનિવર્સ 2023માં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.

રિયાએ કહ્યું- અહીં પહોંચવા માટે ઘણી મહેનત કરી

રિયાએ તેની આ જીત પછી કહ્યું કે, 'આજે મેં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે. હું ખૂબ જ આભારી છું. મારી જાતને આ તાજ માટે લાયક માની શકું તે સ્થાને પહોંચવા માટે મેં સખત મહેનત કરી છે. હું અગાઉના વિજેતાઓથી ખૂબ જ પ્રેરિત છું.' અભિનેત્રી અને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2015 ઉર્વશી રૌતેલા આ ઇવેન્ટની જજ હતી. તેમજ ઉર્વશીએ રિયાની જીત પર આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'ભારત આ વર્ષે ફરીથી મિસ યુનિવર્સનો તાજ જીતશે.' ઉર્વશીએ વધુમાં કહ્યું, "હું જાણું છું કે બધી છોકરીઓ શું અનુભવી રહી છે. વિજેતાઓ શાનદાર છે."

આ સમાચાર શેર કરો