મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

‘Call Me Bae’ની સ્ક્રીનિંગમાં સુહાના ખાનને ભીડથી બચાવતો જોવા મળ્યો અગસ્ત્ય નંદા, યુઝર્સે કહ્યું...

‘Call Me Bae’ની સ્ક્રીનિંગમાં બોલિવૂડના ઘણા મોટા સ્

‘Call Me Bae’ની સ્ક્રીનિંગમાં સુહાના ખાનને ભીડથી બચાવતો જોવા મળ્યો અગસ્ત્ય નંદા, યુઝર્સે કહ્યું...

‘Call Me Bae’ની સ્ક્રીનિંગમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી, પરંતુ બધાની નજર અગસ્ત્ય નંદા અને સુહાના ખાન પર હતી. બંને એકબીજા સાથે વાત કરતા અને હસતા જોવા મળ્યા હતા. પલક તિવારી, ઈબ્રાહિમ અલી ખાન, સારા અલી ખાન, કાર્તિક આર્યન અને કરણ જોહર પણ સ્ક્રીનિંગમાં હાજર હતા. અગસ્ત્ય નંદા એક જગ્યાએ સુહાનાને ભીડથી બચાવતો જોવા મળ્યો હતો.

લંડનની નાઈટ ક્લબમાં સાથે હતા, 'ધ આર્ચીઝ'થી ડેબ્યૂ કર્યું

થોડા મહિના પહેલા જ અગસ્ત્ય અને સુહાના લંડનની એક નાઈટ ક્લબમાં જોવા મળ્યા હતા, જેણે તેમના કથિત રોમાંસના સમાચારને વધુ વેગ આપ્યો હતો. બંનેએ ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ'થી પોતાના અભિનયની શરૂઆત કરી હતી અને ત્યારથી તેમના કથિત અફેરના અહેવાલો સામે આવ્યા હતા. જોકે, અગસ્ત્ય કે સુહાનાએ આ સમાચાર પર ક્યારેય રિેક્ટ કર્યું નથી. હવે લેટેસ્ટ વીડિયો અને તસવીરો સામે આવ્યા બાદ ચર્ચા વધુ તેજ બની છે. વીડિયો જોયા બાદ યુઝર્સ તરફથી ઘણી કોમેન્ટ આવી રહી છે. એકે લખ્યું છે કે, ઐશ્વર્યા સાથે જે થયું તે જોઈને લાગે છે કે, સુહાનાએ બચ્ચન કે નંદા પરિવારમાં લગ્ન ન કરવા જોઈએ. બીજાએ લખ્યું છે, 'તેનાથી દૂર રહો.' તો અન્ય એક યુઝરે અગસ્ત્ય નંદાના આવા વ્યવહારની પ્રશંસા કરી હતી.

સુહાના અને અગસ્ત્ય નંદાની અપકમિંગ ફિલ્મો

હાલ, અગસ્ત્ય નંદા અને સુહાના ખાન પોતપોતાની કારકિર્દી પર ધ્યાન આપી રહ્યા છે. સુહાના પાપા શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ધ કિંગ'માં જોવા મળશે, જ્યારે અગસ્ત્ય શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ઇક્કીસ'માં જોવા મળશે. તે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત હશે. આમાં અગસ્ત્ય નંદા સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલની ભૂમિકા ભજવશે. ધર્મેન્દ્ર તેમના પિતા બ્રિગેડિયર એમએલ ખેતરપાલની ભૂમિકા ભજવશે.

આ સમાચાર શેર કરો