મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

મીના કુમારીના મૃત્યુ બાદ આ એક્ટ્રેસે તેને પાઠવ્યા હતા અભિનંદન, કહ્યું- મોત મુબારક હો!

બોલિવૂડની ટ્રેજેડી ક્વીન મીના કુમારીનું જીવન દુઃખમાં વીત્યું, પહેલા બાળપણમ

મીના કુમારીના મૃત્યુ બાદ આ એક્ટ્રેસે તેને પાઠવ્યા હતા અભિનંદન, કહ્યું- મોત મુબારક હો!

બોલિવૂડની ટ્રેજેડી ક્વીન મીના કુમારીનું જીવન દુઃખમાં વીત્યું, પહેલા બાળપણમાં તેના પિતાએ તેને અનાથાશ્રમમાં છોડી દીધી, પછી લગ્ન થયા તો પતિ કમાલ અમરોહીએ તેને માર માર્યો, છૂટાછેડા લીધા, હલાલા કરાવવાના સમાચાર પણ આવ્યા, પરંતુ મૃત્યુ પછી પણ મીના કુમારી શાંતિથી જઈ શકી ન હતી. તેના મૃત્યુ બાદ હોસ્પિટલમાંથી તેનો મૃતદેહ લેવા કોઈ આવ્યું ન હતું.

2014માં મહાન ફિલ્મ નિર્માતા બિમલ રોયની દીકરી રિંકી રોય ભટ્ટાચાર્યએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે મીના કુમારીનું અવસાન થયું ત્યારે તેમના પરિવારજનો તેમની ડેડબોડીને હોસ્પિટલમાંથી લેવા પણ આવ્યા ન હતા. આશ્ચર્યની વાત તો એ હતી કે, મૃત્યુ પહેલા મીના કુમારીએ પોતાનો બંગલો તેની બહેનને આપી દીધો હતો, પરંતુ તેની બહેન પણ હોસ્પિટલમાંથી મૃતદેહનો દાવો કરવા આવી ન હતી. જ્યારે તેમના પતિ કમાલ અમરોહી પણ વધતા ખર્ચને જોઈને સારવાર દરમિયાન જ ગાયબ થઈ ગયા હતા. જ્યારે કોઈ તેના મૃતદેહ પર દાવો કરવા ન આવ્યું અને તેનો મૃતદેહ હોસ્પિટલમાં પડ્યો રહ્યો, ત્યારે તે હોસ્પિટલના એક ડૉક્ટર, જે તેમના ફેન પણ હતા, તેમણે પોતાના ખિસ્સામાંથી 3,500 રૂપિયા ખર્ચીને મીના કુમારીના મૃતદેહને હોસ્પિટલમાંથી છોડાવ્યો હતો. જ્યારે નરગિસ દત્તે મીના કુમારીના અંતિમ સંસ્કાર કર્યા હતા.

નરગિસે ​​મીના કુમારીના નિધન પર પાઠવ્યા હતા અભિનંદન

મીના કુમારીના તકલીફોથી ભરેલા જીવન અને પછી મોતથી નરગિસ પડી ભાંગી હતી. મીના કુમારીના અંતિમ સંસ્કાર માટે જ્યારે કોઈ ન આવ્યું ત્યારે નરગિસે ​​પોતાના પૈસાથી તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્યારે નરગિસે ​​કહ્યું હતું કે, 'તને મોત મુબારક.' મેં આ પહેલાં ક્યારેય કહ્યું નથી. મીના, આજે તારી બહેન (મોટી બહેન) તને તારા મૃત્યુ પર અભિનંદન આપી રહી છે અને કહે છે કે, આ દુનિયામાં ફરી ક્યારેય પાછી ન આવતી. આ જગ્યા તારા જેવા સારા લોકો માટે નથી.

એક ઈન્ટરવ્યુમાં ફિલ્મ નિર્માતા સાવન કુમાર ટાંકે જણાવ્યું હતું કે, એક વખત તેણે મીના કુમારીના હોસ્પિટલનું બિલ ચૂકવ્યું હતું. સાવને તે સમયે હોસ્પિટલમાં 15,000 રૂપિયા જમા કરાવ્યા હતા. આ માટે સાવન કુમાર ટાંકને પોતાની કાર વેચવી પડી હતી. સાવને કહ્યું કે, તેને ખબર નહોતી કે થોડા અઠવાડિયા પછી તેણે મીના કુમારીની અંતિમ યાત્રામાં હાજરી આપવી પડશે.

મીના કુમારીએ કમાલ અમરોહી સાથે કર્યા હતા લગ્ન

મીના કુમારીએ તેના પિતાને જણાવ્યા વિના જ કમાલ અમરોહી સાથે લગ્ન કર્યા હતા. ફિઝિયોથેરાપી માટે ગયેલી મીનાએ ત્યાં કમાલ સાથે લગ્નની વિધિ સંપન્ન કરી હતી. પરંતુ લગ્ન પછી તેના પતિને મીનાની પ્રગતિની ઈર્ષ્યા થવા લાગી. તે મીનાને માર પણ મારતો હતો. આટલું જ નહીં, એકવાર ગુસ્સામાં તેણે મીના કુમારીને છૂટાછેડા પણ આપી દીધા. બાદમાં તે મીના સાથે પાછા ફરવા માગતો હતો અને તેના કારણે મીનાને હલાલાની પીડામાંથી પણ પસાર થવું પડ્યું હતું. પરંતુ તેમ છતાં બધું સરખું ચાલ્યું નહીં. ન તો તેને જીવતા શાંતિ મળી ન તો મૃત્યુએ તેને શાંતિથી જવા દીધી.

આ સમાચાર શેર કરો