મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

દિશા પટણી ‘કલ્કિ 2898 એડી’ કો-સ્ટાર પ્રભાસને ડેટ કરી રહી છે? તેના નવા 'PD' ટેટૂએ અટકળોને આપ્યો વેગ

ટાઈગર શ્રોફ સાથેના બ્રેકઅપ બાદ દિશા પટણીની ડેટિંગ લાઈફને લઈને ફેન્સમાં ઘણી ચર

દિશા પટણી ‘કલ્કિ 2898 એડી’ કો-સ્ટાર પ્રભાસને ડેટ કરી રહી છે? તેના નવા 'PD' ટેટૂએ અટકળોને આપ્યો વેગ

ટાઈગર શ્રોફ સાથેના બ્રેકઅપ બાદ દિશા પટણીની ડેટિંગ લાઈફને લઈને ફેન્સમાં ઘણી ચર્ચા છે. ટાઈગર શ્રોફ સાથેના બ્રેકઅપ બાદ દિશાનું નામ ક્યારેક કોઈની સાથે તો ક્યારેક કોઈ અન્ય સાથે જોડવામાં આવ્યું છે. હાલમાં જ દિશા પટણીએ તેના હાથ પર એક ટેટૂ કરાવ્યું છે. દિશાના નવા ટેટૂની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ફરી એકવાર અટકળોનો નવો રાઉન્ડ શરૂ થયો છે. અને આ વખતે દિશાના ટેટૂના કારણે તેનું નામ 'કલ્કિ 2898 એડી'ના કો-સ્ટાર પ્રભાસ સાથે જોડવામાં આવી રહ્યું છે, પરંતુ હવે અભિનેત્રીએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.

હાલમાં જ દિશા પટણીની તસવીરો પાપારાઝી દ્વારા ક્લિક કરવામાં આવી હતી. આ તસવીરોમાં દિશા વાદળી રંગનું ટેન્ક ટોપ પહેરેલી જોવા મળી હતી, જેના પર બટરફ્લાય ડિઝાઈન હતી. દિશાએ આ ટોપ સાથે સફેદ રંગનું પેન્ટ પહેર્યું હતું. દિશાએ સફેદ હેન્ડબેગ અને ડાર્ક સનગ્લાસ પહેર્યા હતા, પરંતુ બધાની નજર અભિનેત્રીના નવા ટેટૂ પર હતી, જે તેના જમણા હાથ પર બનાવવામાં આવ્યું હતું.

દિશાના નવા ટેટૂ સાથે ફેન્સે જોડ્યું પ્રભાસનું નામ

દિશા પટણીના હાથ પર બનાવેલા ટેટૂ પર બે અંગ્રેજી મૂળાક્ષરો લખેલા હતા - 'PD'. જેના કારણે ફેન્સ અનુમાન લગાવવા લાગ્યા હતા. કેટલાક ફેન્સે કહ્યું કે, તેમનો મતલબ પટણી દિશા છે. તો ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેને દિશા પટણીની 'કલ્કિ 2898 એડી'ના કો-સ્ટાર પ્રભાસ સાથે લિંક કર્યું હતું. યુઝર્સે આ ટેટૂનો અર્થ પ્રભાસ અને દિશા કાઢ્યો અને તેમની ડેટિંગની અફવાઓ ફેલાવવાનું શરૂ કર્યું, પરંતુ દિશાએ હવે આ અટકળો પર પોતાનું મૌન તોડ્યું છે.

દિશાની ગુપ્ત પોસ્ટે અટકળોને વધુ વેગ આપ્યો

આ અટકળોના કલાકોમાં, દિશાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર ટેટૂની એક તસવીર શેર કરી. આ તસવીર શેર કરતી વખતે દિશાએ એક ક્રિપ્ટિક પોસ્ટ લખી છે, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તેણે આ મામલે પોતાનું મૌન તોડ્યું છે. દિશાએ લખ્યું, "મારા ટેટૂ વિશે આટલી ઉત્સુકતા જોઈને આનંદ થયો! જાણો સુખ શું છે! હું ક્લાઉડ નાઈન પર છું.'' હવે દિશાની આ રહસ્યમય પોસ્ટે તેના ટેટૂ અને તેના અર્થ વિશેની અટકળોને વધુ વેગ આપ્યો છે.

એલેક્ઝાન્ડર અને ટાઈગર શ્રોફ સાથે પણ જોડાયું નામ

ઉલ્લેખનીય છે કે, દિશા પટણીનું નામ મોડલ-ફિટનેસ ટ્રેનર એલેક્ઝાન્ડર એલેક્સ ઈલિક સાથે કેટલાક સમયથી જોડાઈ રહ્યું હતું. એલેક્ઝાન્ડરના હાથ અને બાઈસેપ પર એક મોટું ટેટૂ છે, જેના પર એક છોકરીનો ચહેરો છે. ઘણા લોકોએ અનુમાન લગાવ્યું હતું કે, આ ટેટૂનો ચહેરો દિશા પટણી જેવો છે. જોકે, બંનેએ તેમના સંબંધોની ન તો પુષ્ટિ કરી છે કે ન તો નકારી કાઢી છે. એલેક્ઝાન્ડર પહેલા દિશા પટણીનું નામ 'બાગી 3'ના કો-સ્ટાર ટાઈગર શ્રોફ સાથે જોડાયું હતું. બંને વચ્ચે લાંબા સમયથી સંબંધ હતો, જે અચાનક ખતમ થઈ ગયો.

આ સમાચાર શેર કરો