'સ્ત્રી 2' પછી કાર્તિક આર્યનની 'ભૂલ ભુલૈયા 3'માં પણ કરશે કેમિયો? અક્ષય કુમારે કર્યો ખુલાસો
'ભૂલ ભુલૈયા' બોલિવૂડની આઇકોનિક ફ્રેન્ચાઇઝી છે,

'ભૂલ ભુલૈયા' બોલિવૂડની આઇકોનિક ફ્રેન્ચાઇઝી છે, જેની શરૂઆત અક્ષય કુમારે કરી હતી. અક્ષય કુમારે 2007માં રિલીઝ થયેલી 'ભૂલ ભુલૈયા'માં પોતાની કોમેડીથી ફેન્સનું દિલ જીતી લીધું હતું. જોકે, કાર્તિક આર્યને ‘ભૂલ ભૂલૈયા 2’માં અક્ષય કુમારની જગ્યા લીધી અને પછી તે સ્ટાર બન્યો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી એવી અફવા હતી કે, અક્ષય 'ભૂલ ભૂલૈયા 3'માં કેમિયો કરી શકે છે, પરંતુ હવે ખિલાડી કુમારે ખુલાસો કર્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી છે કે, અક્ષય કુમાર 'ભૂલ ભુલૈયા 3'માં કેમિયો કરશે અને તે ટૂંક સમયમાં શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. પરંતુ આ સમાચાર સાચા નથી. એક અહેવાલ મુજબ, જ્યારે અક્ષય કુમારને પૂછવામાં આવ્યું કે, શું તે કાર્તિક આર્યનની 'ભૂલ ભૂલૈયા 3'માં કેમિયો કરવા જઈ રહ્યો છે, તો જવાબમાં સુપરસ્ટારે કહ્યું, 'ના, બિલકુલ નહીં, આ ફેક ન્યૂઝ છે.'
અક્ષય કુમારે 'સ્ત્રી 2'માં પોતાના કેમિયોથી બનાવ્યા લોકોને દીવાના
અક્ષય કુમારે રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની હોરર-કોમેડી ફિલ્મ 'સ્ત્રી 2'માં નાનકડી ભૂમિકા ભજવી છે, જે 15 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી, જે ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી. તેના દરેક ડાયલોગને દર્શકોએ જોરથી તાળીઓ સાથે વધાવ્યા હતા. નિર્માતાઓએ 'સ્ત્રી 2'માં અક્ષય કુમારના કેમિયો સાથે સંકેત આપ્યો છે કે તે ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મમાં પણ જોવા મળી શકે છે. આગામી ફિલ્મમાં અક્ષય કુમાર પણ ફૂલ ફ્લેઝ્ડ રોલમાં હોય શકે છે.
'ભૂલ ભૂલૈયા 3' આ દિવસે રિલીઝ થશે
ઉલ્લેખીય છે કે, કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 3'માં વિદ્યા બાલન, માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. અનીસ બઝમીએ ફિલ્મના નિર્દેશનની જવાબદારી લીધી છે. તેણે અગાઉની ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 2'નું નિર્દેશન કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. 'ભૂલ ભૂલૈયા 3' આ વર્ષે દિવાળીના પ્રસંગે 31 ઓક્ટોબર, 2024ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.






