સોનાક્ષી સિંહા બાદ તેની બેસ્ટી અભિનેત્રી હુમા કુરેશીના લગ્નની ચર્ચા, બોયફ્રેન્ડ સાથેની તસવીરો વાયરલ
સોનાક્ષી સિન્હાની બેસ્ટ ફ્રેન્ડ્સમાંની એક હુમા કુરેશીએ પણ લગ્ન બાદ રિસે

સોનાક્ષી સિન્હાની બેસ્ટ ફ્રેન્ડ્સમાંની એક હુમા કુરેશીએ પણ લગ્ન બાદ રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપી હતી. આ પાર્ટીમાં હુમા કુરેશી તેના કથિત બોયફ્રેન્ડ રચિત સિંહ સાથે પહોંચી હતી. આ પ્રસંગની ઘણી તસવીરોમાં બંને સાથે જોવા મળે છે. હવે સમાચાર એ છે કે સોનાક્ષી પછી હવે આ કપલ લગ્ન કરશે.
હુમા અને રચિતના ડેટિંગના સમાચાર ઝડપથી સામે આવી રહ્યા છે. સોનાક્ષીના લગ્નની આ તસવીરોમાં રચિત સાથે 'ડબલ એક્સએલ'માં સાથે જોવા મળેલી હુમા કુરેશીને જોઈને તેમની લવસ્ટોરીની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જો કે બંનેમાંથી કોઈએ પણ આ અંગે કંઈપણ કન્ફર્મ કર્યું નથી, પરંતુ હવે તેમના વિશે લગ્નના સમાચાર આવવા લાગ્યા છે.
જાણો કોણ છે રચિત સિંહ
રચિત સિંહ એક જાણીતો એક્ટિંગ કોચ અને મહત્વાકાંક્ષી એક્ટર છે. કહેવાય છે કે તેણે આલિયા ભટ્ટ, રણવીર સિંહ, વરુણ ધવન, વિકી કૌશલ, અનુષ્કા શર્મા જેવા ઘણા કલાકારો સાથે એક્ટિંગ કોચ તરીકે પણ કામ કર્યું છે. રચિત રવિના ટંડનની વેબ સિરીઝ 'કર્મા કૉલિંગ'માં પણ જોવા મળ્યો છે, જેમાં તેણે વેદાંતની ભૂમિકા ભજવી હતી.
રચિત પહેલા હુમાનો બોયફ્રેન્ડ કોણ હતો?
રચિત પહેલા હુમા ડિરેક્ટર અને પટકથા લેખક મુદ્દસર અઝીઝને ડેટ કરી ચૂકી છે. જોકે, બંને ઘણા વર્ષો પહેલા અલગ થઈ ગયા હતા. અહેવાલ છે કે લગભગ ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ હુમા અને મુદ્દસરનું ઓક્ટોબર 2022માં બ્રેકઅપ થઈ ગયું હતું.






