મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

દીકરો, ભાઈ, પતિ, પિતા પછી હવે ફાઉન્ડર…રણબીર કપૂર બન્યો બિઝનેસમેન, શરૂ કરી પોતાની બ્રાન્ડ

બોલિવૂડ એક્ટર રણબીર કપૂરે હાલમાં જ પોતાનો 42મો જન્મદિવ

દીકરો, ભાઈ, પતિ, પિતા પછી હવે ફાઉન્ડર…રણબીર કપૂર બન્યો બિઝનેસમેન, શરૂ કરી પોતાની બ્રાન્ડ

બોલિવૂડ એક્ટર રણબીર કપૂરે હાલમાં જ પોતાનો 42મો જન્મદિવસ ઉજવ્યો હતો. રણબીરના જન્મદિવસના અવસર પર તેની માતાએ એક જાહેરાત કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. એક્ટિંગ સિવાય રણબીર કપૂર બિઝનેસમેન પણ બનવા જઈ રહ્યો છે. રણબીર કપૂરે તેનો ડ્રીમ બિઝનેસ શરૂ કર્યો છે. રણબીર કપૂરે પોતાની લાઈફસ્ટાઈલ બ્રાન્ડ લોન્ચ કરીને બિઝનેસની દુનિયામાં પ્રવેશ કર્યો છે.

રણબીરે નિખિલ કામથના પોડકાસ્ટ પર શેર કર્યું હતું કે, તે ટૂંક સમયમાં તેની લાઈફસ્ટાઈલ બ્રાન્ડ લોન્ચ કરશે અને ફેન્સને આખરે તેની બ્રાન્ડ માટે રણબીરના વિઝનની ઝલક મળી છે. માતા નીતુ કપૂરે તેનો બ્રાન્ડ વીડિયો શેર કરીને અભિનેતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. આ બ્રાન્ડનું નામ ARKS હશે. રણબીર કપૂર એક્ટર હોવા ઉપરાંત પોતાની બ્રાન્ડનો ફાઉન્ડર પણ બની ગયો છે.

નીતુ કપૂર દ્વારા શેર કરવામાં આવેલા રણબીરની બ્રાન્ડના વીડિયોમાં અભિનેતા પ્લેન ગ્રે શર્ટ અને ડેનિમ જીન્સમાં ઘાસ પર સૂઈ રહ્યો છે અને પછી તેની આંગળીથી એઆર બનાવે છે. ત્યારથી ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. આ વીડિયોના કેપ્શનમાં નીતુ કપૂરે લખ્યું- એક દીકરો, ભાઈ, પતિ, પિતા અને હવે ફાઉન્ડર છે. હેપ્પી બર્થ ડે રણબીર કપૂર. મારા આશીર્વાદ તારી સાથે છે.”

ટૂંક સમયમાં શરૂ થશે રણબીરની ARKS

અભિનેતાની માતા નીતુ કપૂરે રણબીરને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો વીડિયો શેર કર્યો હતો અને જાહેરાત કરી હતી કે, ARKS ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ બ્રાન્ડ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેનું ફુલ ફોર્મ 'એ રણબીર કપૂર સ્નીકર્સ' છે. જોકે, તેના સંપૂર્ણ સ્વરૂપ વિશે હજી સુધી કોઈ પુષ્ટિ મળી નથી, પરંતુ એક્ટરે પહેલેથી જ કહ્યું છે કે, તે માત્ર સ્નીકર બ્રાન્ડ નથી. તેમાં બેસિક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમ કે, સફેદ ટી-શર્ટ કે જીન્સ કેવું હોવું જોઈએ અને તેની સાથે સ્નીકર્સ કેવા હોવા જોઈએ. 

આ સમાચાર શેર કરો