બોક્સ ઓફિસ બાદ હવે OTT પર રિલીઝ થશે સૌથી વધુ ફી લેનાર એક્ટરની ફિલ્મ, જાણો કયાં અને ક્યારે થશે રિલીઝ
સાઉથનો એક સુપરસ્ટાર છે જે સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે. તે તેની ફિલ્મની ફી

સાઉથનો એક સુપરસ્ટાર છે જે સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે. તે તેની ફિલ્મની ફી માટે જાણીતો છે. તે અભિનેતા બીજું કોઈ નહીં પણ થલાપતિ વિજય છે. થલાપતિ તેના એક્ટિંગ માટે જાણીતો છે. થલાપતિ વિજયની ફિલ્મની એનાઉન્સમેન્ટ થતાં જ ફેન્સ ઉત્સાહિત થઈ જાય છે. થોડા સમય પહેલા તેની ફિલ્મ G.O.A.T રિલીઝ થઈ હતી. જેણે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો. બોક્સ ઓફિસ બાદ હવે સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા બાદ G.O.A.T ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર છે. ફિલ્મની OTT રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ઓક્ટોબરનો આ પહેલો વીકએન્ડ તમારા માટે ખાસ રહેવાનો છે.
મીનાક્ષી ચૌધરી, પ્રશાંત, સ્નેહા, પ્રભુદેવા, મોહન સહિત ઘણા કલાકારો થલાપતિ વિજયની G.O.A.Tમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળ્યા છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થવા જઈ રહી છે.
આ દિવસે થશે રિલીઝ
નેટફ્લિક્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ફિલ્મની રિલીઝની એનાઉન્સમેન્ટ કરી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દીમાં રિલીઝ થશે. નેટફ્લિક્સે લખ્યું- શું તમે ક્યારેય શેરને G.O.A.T બનતો જોયો છે? થલાપતિ વિજયની The G.O.A.T- The Greatest of All Time 3 ઓક્ટોબરના રોજ Netflix પર આવી રહી છે.
Netflixની પોસ્ટ પર કોમેન્ટ કરીને ફેન્સ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. એકે લખ્યું- OTT રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. આખરે તે આવી રહી છે. જ્યારે બીજાએ લખ્યું – એક્સ્ટેંશન એડિશનની રાહ જોઈ રહ્યો છું. એકે લખ્યું- સિંહ હંમેશા સિંહ હોય છે. એકે લખ્યું- આભાર Netflix. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ થલાપતિ 69 આવતા વર્ષે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ બાદ થલાપતિ રાજનીતિમાં કામ કરવા જઈ રહ્યો છે. તેણે થોડા સમય પહેલા પોતાની પાર્ટીની એનાઉન્સમેન્ટ કરી હતી.






