નતાશાથી છૂટાછેડા બાદ વધુ એક એક્ટ્રેસ પડી હાર્દિક પંડ્યાના પ્રેમમાં, કહ્યું- 'હું તેને પ્રેમ કરું છું...'
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાના અંગત જીવનને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. થો

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાના અંગત જીવનને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ હાર્દિક અને નતાશા સ્ટેનકોવિકે છૂટાછેડાની જાહેરાત કરી હતી. જે બાદ બધા ચોંકી ગયા હતા. નતાશાથી છૂટાછેડા બાદ હાર્દિકનું નામ ઘણા સેલેબ્સ સાથે જોડાઈ ગયું છે. જેમાં અનન્યા પાંડે, સિંગર જાસ્મીન વાલિયા અને હવે ખુદ એક અભિનેત્રીએ હાર્દિક માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. આ અભિનેત્રી હાર્દિક માટે કોમેન્ટ કરીને લાઈમલાઈટમાં આવી ગઈ છે. અમે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે છે ‘પ્યાર કા પંચનામા’ ફેમ ઈશિતા રાજ. ઈશિતા રાજે હાર્દિક પંડ્યા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. જે બાદ તે બધે છવાઈ ગઈ છે. ઈશિતા રાજે એક ઈન્ટરવ્યુમાં હાર્દિક માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું છે કે, તે તેનો ફેવરિટ ક્રિકેટર છે.
પ્રેમ વ્યક્ત કર્યો
જ્યારે ઈશિતાને હાર્દિક વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું- 'તે એક મહાન ક્રિકેટર અને ઓલરાઉન્ડર છે. તેને બેટિંગ કરતા જોવાની ખૂબ જ મજા આવે છે. હું તેને પ્રેમ કરું છું, તે મારા ફેવરિટ ક્રિકેટરોમાંથી એક છે. ઈશિતાએ એ પણ જણાવ્યું કે, તેને હાર્દિક પર ક્રશ છે અને તે તેને ખૂબ પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે, ઈશિતાએ બોલિવૂડમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તાજેતરમાં જ તેનું ‘વાઇલ્ડ વાઇલ્ડ પંજાબ’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયું હતું. આ સિવાય તે ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ અને ‘પ્યાર કા પંચનામા’માં તેના અભિનય માટે જાણીતી છે.
જાસ્મીન વાલિયા સાથે જોડાયું હતું હાર્દિકનું નામ
થોડા દિવસો પહેલા હાર્દિક પંડ્યાનું નામ સિંગર જાસ્મિન વાલિયા સાથે જોડાયું હતું. બંનેના વેકેશનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આટલું જ નહીં, બંનેએ એકબીજાના ફોટા પર રિએક્ટ પણ કર્યું હતું. જોકે, બંનેમાંથી કોઈએ ડેટિંગની વાત કન્ફર્મ કરી નથી.






