મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

28 વર્ષ નાની અભિનેત્રીને કિસ કરવા પર ટ્રોલ થયા બાદ હવે આ અભિનેતાએ આપી પ્રતિક્રિયા

નવાઝુદ્દીન સિદ્દીકી એ અવનીત કૌર સાથે ફિલ્મ ટીકુ વેડ્સ શેરુમાં કામ કર્યું છે

28 વર્ષ નાની અભિનેત્રીને કિસ કરવા પર ટ્રોલ થયા બાદ હવે આ અભિનેતાએ આપી પ્રતિક્રિયા

નવાઝુદ્દીન સિદ્દીકી એ અવનીત કૌર સાથે ફિલ્મ ટીકુ વેડ્સ શેરુમાં કામ કર્યું છે. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે બંને વચ્ચે ઉંમરના તફાવતને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ફિલ્મમાં બંનેનો એક કિસિંગ સીન પણ હતો, જેને લઈને ઘણી નેગેટિવ કમેન્ટ્સ પણ મળી હતી. તે સમયે નવાઝુદ્દીને વધુ કઈ કહ્યું ન હતું, પરંતુ હવે નવાઝુદ્દીને આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

કિસિંગ સીન બાબતે નવાઝુદ્દીને શું કહ્યું?

તાજેતરમાં જ નવાઝુદ્દીને એક પોડકાસ્ટમાં હાજરી આપી હતી અને તે દરમિયાન ભારતી સિંહે મજાકમાં કિસિંગ સીન વિશે પૂછ્યું હતું કે, 'શું તમે આવા સીન કરવામાં શરમ અનુભવો છો? ત્યારે નવાઝુદ્દીને જવાબ આપતા કહ્યું હતું કે, 'જો સ્ક્રિપ્ટ કિસિંગ સીનની માંગ કરે છે તો મને તે કરવામાં કોઈ વાંધો નથી, હું પરફોર્મ કરીશ.'

અવનીત સાથે સીન પર નવાઝુદ્દી થયો હતો ટ્રોલ

આ પછી અવનીત સાથેના કિસિંગ સીનને લઈને ટ્રોલ કરવા પર નવાઝુદ્દીને કહ્યું - 'મેં ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ' કરી હતી, જેમાં મેં અવનીતને કિસ કરી હતી, લોકોએ ખૂબ જ નારાજગી વ્યક્ત કરી હતી. હું તેમને એટલું જ કહીશ કે જે કિસ થઈ છે તે કલાકારો વચ્ચે નહીં પરંતુ પાત્રો વચ્ચે થઈ છે. એક તમે કરી રહ્યા છો, એક તમારું પાત્ર કરી રહ્યું છે. ઘણો ફરક છે.'

ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'માં નવાઝુદ્દીન અને અવનીત કૌર પતિ-પત્ની છે. વાસ્તવિક જીવનમાં બંને વચ્ચે 28 વર્ષનું અંતર છે. આવી સ્થિતિમાં બંને કિસિંગ સીનને લઈને ઘણા ટ્રોલ થયા હતા. 

આ સમાચાર શેર કરો