મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો પરવીન ડબાસ, નાજુક હાલતમાં હોસ્પિટલમાં કરાયો દાખલ

બોલિવૂડ એક્ટર પરવીન ડબાસને લઈન

કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો પરવીન ડબાસ, નાજુક હાલતમાં હોસ્પિટલમાં કરાયો દાખલ

બોલિવૂડ એક્ટર પરવીન ડબાસને લઈને ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. આજે સવારે અભિનેતા કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત બાદ 50 વર્ષીય પરવીન ડબાસને મુંબઈના બાંદ્રાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડૉક્ટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે.

એક્ટરની તબિયત નાજુક

પરવીન ડબાસની હાલત અત્યારે ખૂબ જ નાજુક છે. દુર્ઘટના સમયે પરવીન ડબાસ પોતે કાર ચલાવી રહ્યા હતા અને આજે સવારે આ અકસ્માત ક્યાં થયો તે અંગે હાલ કોઈ જાણકારી મળી નથી. હોલી ક્રોસ હોસ્પિટલ દ્વારા હજુ સુધી કોઈ મેડિકલ બુલેટિન જારી કરવામાં આવ્યું નથી.

પરવીન ડબાસની પત્ની પ્રીતિ ઝાંગિયાનીએ બહાર પાડ્યું એક નિવેદન

પરવીન ડબાસની પત્ની પ્રીતિ ઝાંગિયાનીએ જારી કરેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, "આ અકસ્માત પછી હું અને મારો પરિવાર આ સમયે ભારે આઘાતમાં છીએ. મેડિકલ અપડેટ મુજબ, તેને સીરિયસ કંસશન (માથામાં ગંભીર ઈજા થયા પછીની સ્થિતિ) છે. તેને વધુ ડેમેજ તો નથી થયુંને તે જાણવા માટે ડૉક્ટર સિટી સ્કેન અને અન્ય પ્રકારના ટેસ્ટ કરી રહ્યા છે. અત્યારે તે વધુ હલનચલન કરવા માટે સક્ષમ નથી. અકસ્માત પહેલા તે રાતે લીગના વર્કલોડના કારણે ખૂબ જ વ્યસ્ત હતો. વહેલી સવારે ડ્રાઇવિંગ કરતી વખતે તે આ કાર અકસ્માતનો ભોગ બન્યો હતો.

પરવીન ડબાસની ફિલ્મો

પરવીને ‘દિલ્લગી’, ‘મોનસૂન વેડિંગ’, ‘ખોસલા કા ઘોંસલા’, ‘ધ હીરોઃ લવ સ્ટોરી ઑફ અ સ્પાય’, ‘મૈંને ગાંધી કો નહીં મારા’, ‘યે હૈ જિંદગી’, ‘કુછ મીઠા હો જાયે’, ‘ઈન્દુ સરકાર’, ‘રાગિની એમએમએસ 2’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તાજેતરમાં, તે OTT પર સીધી રિલીઝ થયેલી ફિલ્મ 'શર્મા જી કી બેટી'માં પણ જોવા મળ્યો હતો. વર્ષ 2011માં તેણે ફિલ્મ 'સાહી બંદે, ગલત ધંધે'નું દિગ્દર્શન પણ કર્યું હતું. વર્ષ 2020માં, પરવીન ડબાસે ભારતમાં પ્રો-પંજા લીગ ટૂર્નામેન્ટની પણ શરૂઆત કરી હતી અને રમતગમત મંત્રી કિરણ રિજુજુ અને બોક્સર વિજેન્દર સિંહ પણ લોન્ચ સમયે હાજર હતા.

પ્રીતિ ઝાંગિયાની કારકિર્દી

પરવીનની પત્ની પ્રીતિ ઝાંગિયાનીએ આદિત્ય ચોપરાની ફિલ્મ 'મોહબ્બતેં' (2008)થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને ઘણી ફિલ્મોમાં કામ કર્યા બાદ 2008માં પરવીન સાથે લગ્ન કર્યા હતા, બંનેને બે દીકરા જયવીર 14 વર્ષ અને દેવ 8 વર્ષનો દીકરો છે.

આ સમાચાર શેર કરો