મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: 3 દિવસ પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયો ગોવિંદા, બહાર આવ્યા બાદ ઈમોશનલ થયો 'ચીચી'

બોલિવૂડ એક્ટર ગોવિંદાને 4 ઓક્ટોબરે બપોરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 1 ઓક્

VIDEO: 3 દિવસ પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયો ગોવિંદા, બહાર આવ્યા બાદ ઈમોશનલ થયો 'ચીચી'

બોલિવૂડ એક્ટર ગોવિંદાને 4 ઓક્ટોબરે બપોરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 1 ઓક્ટોબરે ગોવિંદાને તેની લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરતી વખતે અકસ્માતે પગમાં ગોળી વાગી હતી. આ ઘટના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ ગોવિંદાને ડોક્ટરોએ રજા આપી દીધી છે. હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ ગોવિંદાએ મીડિયા સાથે વાત કરતા તમામ ફેન્સનો આભાર માન્યો જેમણે આ મુશ્કેલ સમયમાં તેના માટે પ્રાર્થના કરી હતી.

હાથ જોડીને ફેન્સનો માન્યો આભાર

હોસ્પિટલથી બહાર નીકળ્યા બાદ ગોવિંદા વ્હીલચેર પર જોવા મળ્યો હતો. ગોવિંદાનો હસતો ચહેરો જોઈને ફેન્સે રાહતનો શ્વાસ લીધો. મીડિયા સાથે વાત કરતાં ગોવિંદાએ કહ્યું, 'હું મારા તમામ ફેન્સ અને શુભેચ્છકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું દરેક જગ્યાએ એવા લોકોનો આભાર માનું છું કે, જેમણે મારા ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી. બહાર નીકળતી વખતે, ગોવિંદાએ હસીને તેના ફેન્સને ફ્લાઈંગ કિસ આપી. ઉલ્લેખનીય છે કે, ડોક્ટરોએ 60 વર્ષીય એક્ટરને ઓછામાં ઓછા 6 અઠવાડિયા સુધી બેડ રેસ્ટ લેવાની સલાહ આપી છે.

નોંધનીય છે કે, ગોવિંદા 1લી ઓક્ટોબરના રોજ વહેલી સવારે પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો. અચાનક તેના હાથમાંથી રિવોલ્વર સરકી ગઈ અને ગોવિંદાને પગમાં ગોળી વાગી. ડોક્ટરોએ તરત જ ગોવિંદાની સારવાર કરી અને તેના પગમાંથી ગોળી કાઢી નાખી. ગોવિંદા લગભગ 4 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતો. હવે ગોવિંદાને થોડા અઠવાડિયા માટે ઘરે આરામ કરવાનું કહેવામાં આવ્યું છે. ગોવિંદાની પત્ની સુનીતાએ પણ કહ્યું કે, તે વધુ લોકોને ગોવિંદાને મળવા દેશે નહીં કારણ કે, તેનાથી ચેપ ફેલાઈ શકે છે.

આ સમાચાર શેર કરો