મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અદનાન સામીની માતાનું નિધન, 77 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રખ્યાત ગાયક અદનાન સામીની 77 વર્ષીય માતા બેગમ નૌરીન સામી ખાનનું નિધન થયું છે. અદનાને પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સન

અદનાન સામીની માતાનું નિધન, 77 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રખ્યાત ગાયક અદનાન સામીની 77 વર્ષીય માતા બેગમ નૌરીન સામી ખાનનું નિધન થયું છે. અદનાને પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સને આ અંગે જાણકારી આપી છે. તેમના નિધનનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
 
પ્રખ્યાત ગાયક અદનાન સામીએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક પોસ્ટમાં લખ્યું કે, દુઃખ સાથે જણાવું છું કે મારી પ્યારી માતા બેગમ નૌરીન સામી ખાનનું નિધન થયું છે. આ સમયે અમે શોકમગ્ન છીએ. તે એક અતુલ્ય મહિલા હતી, જેણે  પોતાના સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિને પ્રેમ અને આનંદ શેર કર્યો. અમે તેમને બહુ જ યાદ કરીશું. કૃપા કરીને તેમના દિવંગત આત્મા માટે પ્રાર્થના કરો. અલ્લાહ અમારી પ્યારી માને સ્વર્ગમાં વાસ કરાવે.

લોકોએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો

અદનાન સામીની ભાવનાત્મક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ફેન્સ અને ફોલોઅર્સ કોમેન્ટ થકી શોક વ્યક્ત કરવા લાગ્યા. અભિનેત્રી મીની માથુરે તેમજ ગાયક રાઘવે પણ શોક વ્યક્ત કર્યો હતો. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, "ભગવાન તમને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે. અન્ય એક યુઝરે લખ્યું કે, અલ્લાહ તેમને સ્વર્ગમાં શ્રેષ્ઠ સ્થાન આપે. માતાને ગુમાવવાથી મોટી કોઈ ખોટ નથી. અલ્લાહ તમને આ ખોટ સહન કરવાની શક્તિ આપે.

આ સમાચાર શેર કરો