મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

International Emmy Awards: આદિત્ય રોય કપૂર-શોભિતા ધુલીપાલાની સીરિઝ 'ધ નાઈટ મેનેજર' થઈ નોમિનેટ, ફેન્સની વધી અપેક્ષાઓ

અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર અને શોભિતા ધુલીપાલા

International Emmy Awards: આદિત્ય રોય કપૂર-શોભિતા ધુલીપાલાની સીરિઝ 'ધ નાઈટ મેનેજર' થઈ નોમિનેટ, ફેન્સની વધી અપેક્ષાઓ

અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર અને શોભિતા ધુલીપાલા અભિનીત ‘ધ નાઈટ મેનેજર’ને આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સમાં ડ્રામા સીરિઝની યાદીમાં નામાંકન મળ્યું છે. ઈન્ટરનેશનલ એકેડેમી ઑફ ટેલિવિઝન આર્ટ્સ એન્ડ સાયન્સની નામાંકન યાદીમાં નાઈટ મેનેજર એકમાત્ર ભારતીય સીરિઝ છે. સંદીપ મોદી અને પ્રિયંકા ઘોષ દ્વારા દિગ્દર્શિત, આ સીરિઝ જ્હોન લે કેરેના પુસ્તક અને ટોમ હિડલસ્ટન, હ્યુજ લૌરી અને ઓલિવિયા કોલમેન અભિનીત શોમાંથી રીક્રિએશન છે. આ સીરિઝને ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે ડિઝની+હોટસ્ટારની આ સીરિઝને લઈને સોશિયલ મીડિયા પર ઘણી વાતો થવા લાગી છે.

અનિલ કપૂરે આપી હતી પ્રતિક્રિયા 

હવે આ નોમિનેશનના સમાચાર આવ્યા બાદ અનિલ કપૂરે પણ પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, તે આનાથી ખૂબ જ ખુશ છે અને આ સીરિઝ જોવાલાયક છે. આ સાથે અનિલ કપૂરે કહ્યું કે, મને હમણાં જ ખબર પડી કે ‘ધ નાઈટ મેનેજર’ને ઈન્ટરનેશનલ એમી એવોર્ડ મળ્યો છે. મને યાદ છે કે, જ્યારે આ ઓફર મારી પાસે આવી ત્યારે મને શંકા હતી. કારણ કે, આ રોલ ખૂબ જ મુશ્કેલ હતો અને બીજી તરફ આ રોલને અલગ અંદાજમાં રજૂ કરવાનો હતો જે ઘણો મુશ્કેલ હતો. હવે આખી દુનિયામાં આ સીરિઝની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ કારણે હું ખૂબ જ ઉત્સાહિત છું.

નોમિનેશન લિસ્ટમાં સામેલ અન્ય સીરિઝ

‘ધ નાઈટ મેનેજર’ની સાથે નોમિનેશન લિસ્ટમાં ફ્રેન્ચ શો લેસ ગૉટેસ ડી ડીયુ (ડ્રોપ્સ ઑફ ગૉડ), ઑસ્ટ્રેલિયાના ધ ન્યૂઝરીડર - સિઝન 2 અને આર્જેન્ટિનાના આઈઓસી, અલ એસ્પિયા એરેપેન્ટિડો સિઝન 2નો પણ સમાવેશ થયો છે. હવે ફેન્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.

આ સમાચાર શેર કરો