Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Aditi Rao Hydari became a bride once again

સિંપલ મેકઅપ-હેરસ્ટાઇલ, સુંદર હેવી વર્ક સફેદ અને સોનેરી કોમ્બિનેશન સાથેનો લહેંગો પહેરી અદિતી બની દુલ્હન

Timeછેલ્લું અપડેટ : 11 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સિંપલ મેકઅપ-હેરસ્ટાઇલ, સુંદર હેવી વર્ક સફેદ અને સોનેરી કોમ્બિનેશન સાથેનો લહેંગો પહેરી અદિતી બની દુલ્હન
સોર્સ : GSTV

અભિનેત્રી અદિતિ રાવ હૈદરી ફરી એકવાર દુલ્હનના લુકમાં જોવા મળી છે, અને આ વખતે તેનો લુક પહેલા કરતા પણ વધુ શાહી અને ગ્લેમરસ છે. અદિતિએ ડિઝાઇનર ગૌરવ ગુપ્તાની દુલ્હન માટે ગોલ્ડન લહેંગામાં અદભુત પોઝ આપ્યો હતો, જેનાથી ચાહકો તેની સુંદરતા જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેના આ લુકમાં પરંપરા અને આધુનિક સ્પર્શ, બંને જોવા મળે છે. અદિતિનો આ લુક વાયરલ થઈ રહ્યો છે.

App Store

તાજેતરમાં જ અભિનેત્રીએ તેના કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે, જ્યાં તેણે ફરી એકવાર તેના બ્રાઇડલ લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. તેનું એક ફોટોશૂટ સામે આવ્યું છે જેમાં તે દુલ્હનના લુકમાં સજ્જ જોવા મળી રહી છે. 

અભિનેત્રીના લુક વિશે વાત કરીએ તો, તેણે ખૂબ જ સુંદર હેવી વર્ક સફેદ અને સોનેરી કોમ્બિનેશન સાથેનો લહેંગો પહેર્યો છે. આ લુકને વધુ નિખારવા માટે, તેણે સ્ટાઇલિશ બ્લાઉઝ અને મેચિંગ દુપટ્ટો પહેર્યો હતો. તેના ઘરેણાં પર નજર કરીએ તો, તેણે મોતીનો હાર, કાનની બુટ્ટીઓ અને લીલા રંગનો માંગટીકો પહેરીને તેના લુકને વધુ શાહી સ્પર્શ આપ્યો હતો.

તેણે તેના બ્રાઇડલ લુકને સટલ મેકઅપ અને સરળ હેરસ્ટાઇલથી પૂર્ણ કર્યો હતો. આ બ્રાઇડલ લુકમાં અભિનેત્રી એકદમ સુંદર લાગી રહી હતી. તે નવી દુલ્હન તરીકે સૌને પસંદ પડી રહી છે.