કરણ જોહરના ધર્મા પ્રોડક્શનમાં 50% હિસ્સો ખરીદી રહ્યો છે અદાર પૂનાવાલા, કરોડોની છે ડીલ, જાણો વિગત
કરણ જોહરના ધર્મા પ્રોડક્શનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વેક્સિન મેન્યુફેક્ચર

કરણ જોહરના ધર્મા પ્રોડક્શનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વેક્સિન મેન્યુફેક્ચરિંગ જાયન્ટ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા ધર્મા પ્રોડક્શનમાં 50% હિસ્સો ખરીદી રહ્યા છે. પૂનાવાલા આ હિસ્સો રૂ. 1000 કરોડમાં ખરીદી રહ્યા છે. આ ડીલમાં કરણ જોહરની ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની ધર્મા પ્રોડક્શનનું વેલ્યુએશન લગભગ 2000 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યું છે.
ખાનગી ક્ષમતામાં રોકાણ કરી રહ્યા છે પૂનાવાલા
સીરમ ઇન્સ્ટિટ્યૂટના બોસ અદાર પૂનાવાલા સિરીન પ્રોડક્શન્સના માધ્યમથી પોતાની પર્સનલ કેપેસિટીમાં કરી રહ્યા છે. બાકીનો હિસ્સો ધર્મા પ્રોડક્શન પાસે રહેશે. કરણ જોહર એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કંપનીનું નેતૃત્વ કરશે. તેમજ અપૂર્વ મહેતા પણ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બન્યા રહેશે.
ધર્મા પ્રોડક્શનમાં કરણ જોહરનો 90.7% હિસ્સો
ધર્મા પ્રોડક્શનમાં કરણ જોહરનો 90.7% હિસ્સો છે. જ્યારે તેની માતા હીરૂ જોહરનો કંપનીમાં 9.24% હિસ્સો છે. ધર્મા પ્રોડક્શન્સ છેલ્લા કેટલાક સમયથી રોકાણની શોધમાં હતું. ધર્મા પ્રોડક્શન્સ સંજીવ ગોએન્કાની સારેગામા સહિત અનેક મોટી કંપનીઓ અને ઉદ્યોગસાહસિકો સાથે વાતચીત કરી રહી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જિયો સિનેમા સાથે પણ વાતચીતના સમાચાર સામે આવ્યા હતા. Raine ગ્રૂપ આ ડીલ માટે સલાહકાર હતું.
કંપનીની આવકમાં આવ્યો લગભગ 4 ગણો ઉછાળો
નાણાકીય વર્ષ 2023માં ધર્મા પ્રોડક્શનની આવકમાં લગભગ 4 ગણો ઉછાળો આવ્યો છે. નાણાકીય વર્ષ 2023માં કંપનીની આવક 1,040 કરોડ રૂપિયા રહી છે. અગાઉના વર્ષમાં ધર્મા પ્રોડક્શનની આવક 276 કરોડ રૂપિયા હતી. જોકે, કંપનીનો ચોખ્ખો નફો 59% ઘટીને રૂ. 11 કરોડ થયો છે. ચોખ્ખા નફામાં આ ઘટાડો ધર્મા પ્રોડક્શનના ખર્ચમાં 4.5 ગણા ઉછાળાને કારણે થયો છે. કંપનીનો ખર્ચ 1,028 કરોડ રૂપિયા રહ્યો છે. કંપનીએ નાણાકીય વર્ષ 2023માં વિતરણ અધિકારોથી રૂ. 656 કરોડની કમાણી કરી હતી. જ્યારે ડિજિટલ રાઇટ્સમાંથી 140 કરોડ રૂપિયા, સેટેલાઇટ રાઇટ્સમાંથી 83 કરોડ રૂપિયા અને મ્યુઝિકમાંથી 75 કરોડ રૂપિયાની કમાણી થઈ.






