મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

પરિવારની સામે બ્રાલેટ પહેરીને બેઠી હતી અભિનેત્રીની બહેન, પિતાએ કહ્યું - ‘તું શર્ટ પહેરવાનું ભૂલી ગઈ છો’

અભિનેત્રી અનન્યા પાંડેની પિતરાઈ બહેન અ

પરિવારની સામે બ્રાલેટ પહેરીને બેઠી હતી અભિનેત્રીની બહેન, પિતાએ કહ્યું - ‘તું શર્ટ પહેરવાનું ભૂલી ગઈ છો’

અભિનેત્રી અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના પાંડે સોશિયલ મીડિયા સેન્સેશન છે. તેના ફોટોશૂટથી લઈને તેના ફેશન સ્ટેટમેન્ટ સુધી બધું જ સમાચારોમાં રહે છે. અલાના બોલ્ડ લુક માટે જાણીતી છે. હવે તે એક રિયાલિટી શો ‘ધ ટ્રાઈબ’માં જોવા મળી રહી છે.

આ રિયાલિટી શોમાં એ બતાવવામાં આવી રહ્યું છે કે, કેવી રીતે યુવા ભારતીય ઈન્ફ્લુઆન્સર લોસ એન્જલસમાં પોતાને સ્ટેબ્લિશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને કંઈક મોટું કરવા માગે છે. આ શોમાં જાવેદ જાફરીની દીકરી અલાવિયા જાફરી પણ છે. આ સીરિઝ એમેઝોન પ્રાઇમ પર છે.

કપડાને લઈને પિતા ચિક્કી પાંડેએ કરી ટકોર

હવે અલાના પાંડેએ શો સાથે જોડાયેલી એક ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં અલાના તેના પરિવાર સાથે બેઠી છે. તે ગ્રીન બ્રાલેટ અને વ્હાઇટ ટ્રાઉઝર પહેરેલી જોવા મળે છે.

અલાનાના પિતા ચિક્કી પાંડે તેને પૂછે છે, શું તું શર્ટ પહેરવાનું ભૂલી ગઈ છો? આ સાંભળીને અલાના થોડી અસહજ થઈ જાય છે. તે કહે છે- તમે સિરિયસ છો? આ આઉટફિટમાં શું પ્રોબ્લેમ છે? તો અલાનાના પિતા કહે છે- તને નથી લાગતું કે શર્ટની જરૂર છે. તો અલાના કહે છે- આ શર્ટ છે. તો ચિક્કી પાંડે કહે છે કે આ બાંદ્રા છે, LA નથી. ત્યારે અલાના કહે છે- આ એક બ્રાલેટ છે. તો ચિક્કી કહે આ બ્રેલેટ છે? તો બ્રા કવર કરવી જોઈએ.

અલાના વિશે વાત કરીએ તો તે પરિણીત છે. તેણે માર્ચ 2023માં યુએસ સ્થિત ફિલ્મ નિર્માતા આઇવર મેકક્રે સાથે લગ્ન કર્યા. અલાના એક બાળકની માતા પણ બની છે. તેણે બેબી રિવરને  જન્મ આપ્યો છે. અલાના પોતાની પર્સનલ લાઇફમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે છે. 

આ સમાચાર શેર કરો