મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'રાત્રે 12 વાગ્યે મારા રૂમમાં ઘુસવાનો પ્રયાસ કરતો હતો બોલિવૂડ સુપરસ્ટાર', બોલ્ડ સીન આપીને ચર્ચામાં આવેલી અભિનેત્રીનો ધડાકો

બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓએ કાસ્ટિંગ કાઉચ પર ખુલીને વાત કરી છે. ઘણી અભિન

'રાત્રે 12 વાગ્યે મારા રૂમમાં ઘુસવાનો પ્રયાસ કરતો હતો બોલિવૂડ સુપરસ્ટાર', બોલ્ડ સીન આપીને ચર્ચામાં આવેલી અભિનેત્રીનો ધડાકો

બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓએ કાસ્ટિંગ કાઉચ પર ખુલીને વાત કરી છે. ઘણી અભિનેત્રીઓએ પોતાના કો-સ્ટાર્સના વર્તન અંગે પણ ખુલાસો કર્યો છે. આવી જ એક અભિનેત્રીએ હાલમાં જ એક સુપરસ્ટારના શરમજનક હરકતનો પર્દાફાશ કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે, કેવી રીતે એક ફેમસ અભિનેતા શૂટિંગ દરમિયાન તેના બેડરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતો હતો. આ અભિનેત્રી બીજું કોઈ નહીં મલ્લિકા શેરાવતે છે જેણે ખુલાસો કર્યો કે, તેના કો-એક્ટરે એક મોટી સ્ટાર કાસ્ટ સાથે શૂટિંગ દરમિયાન તેની સાથે કેટલું શરમજનક વર્તન કર્યું હતું. તેના એક ઇન્ટરવ્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેને એવું કહેતા સાંભળી શકાય છે કે, કેવી રીતે એક સ્ટાર તેના બેડરૂમમાં આવવા માગતો હતો અને જ્યારે તેણે આવું ન થવા દીધું ત્યારે તેણે કેવી પ્રતિક્રિયા આપી.

બોલ્ડ ઈમેજને કારણે કરવો પડ્યો પડકારોનો સામનો

લાંબા સમય પછી મલ્લિકા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વાપસી કરી રહી છે. તે છેલ્લે ગયા વર્ષે હિન્દીમાં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ ‘પંબટ્ટમ’માં જોવા મળી હતી. હવે તાજેતરમાં અભિનેત્રીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તેણે બોલિવૂડમાં તેની બોલ્ડ ઈમેજને કારણે જે પડકારોનો સામનો કરવો પડ્યો તેની વાત કરી હતી. મલ્લિકાએ કહ્યું કે, 'હું સ્ક્રીન પર આવી ભૂમિકાઓ ભજવતી હોવાથી ઘણા ટોચના કલાકારોને લાગ્યું કે, હું સ્ક્રીનની બહાર પણ તેમની સાથે કોમ્પ્રોમાઈઝ કરીશ. અભિનેત્રીએ જણાવ્યું કે મને રાત્રે આવા ઘણા ફોન આવતા હતા, પરંતુ મેં તે બધાને ફગાવી દીધા હતા.'

આ કારણે જ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ હતી અભિનેત્રી 

મલ્લિકાએ કહ્યું કે, 'આ રિજેક્શનના કારણે જ હું ઈન્ડસ્ટ્રીમાંથી દૂર થઈ ગઈ હતી.' મલ્લિકાએ કહ્યું, 'કેટલાક હીરો મને ફોન કરીને રાત્રે મળવા માટે કહેતા હતા. હું ફોન પર પૂછતી હતી કે હું તમને રાત્રે મળવા કેમ આવું. આના પર તેઓ કહેતા હતા કે તમે સ્ક્રીન પર આવા બોલ્ડ રોલ કરો છો. તો મને રાત્રે મળવામાં શું વાંધો છે.' આ બાબતે મલ્લિકાએ કહ્યું કે, 'જ્યારે હું આવી ફિલ્મો કરતી હતી ત્યારે આ લોકો મને ઓપન વ્યક્તિ માનતા હતા. તેમને લાગ્યું કે જ્યારે હું સ્ક્રીન પર આટલી બોલ્ડ હોઈ શકું છું ત્યારે તે અમારી સાથે પણ બોલ્ડ થઈ શકે છે. તે અમારી સાથે કોમ્પ્રોમાઈઝ કરી શકે છે. પરંતુ એવું નથી.'

અન્ય એક ઘટનાનો વીડિયો પણ થયો વાયરલ 

એક અન્ય ઘટના વિશે જણાવતા પણ અભિનેત્રીએ જણાવ્યું હતું. જેનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે, જેમાં તે એ સમયને યાદ કરતા કહે છે કે, મેં એક મોટી સ્ટાર કાસ્ટ સાથે દુબઈમાં એક મોટી ફિલ્મ માટે શૂટિંગ કર્યું હતું. વીડિયોમાં મલ્લિકાએ કહ્યું, 'હું દુબઈમાં એક મોટી ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી, તે એક મલ્ટી-સ્ટારર ફિલ્મ હતી અને પછી ફિલ્મ સુપરહિટ થઈ. લોકોને તે ખૂબ જ પસંદ આવી, મેં તેમાં કોમેડી રોલ કર્યો હતો. એ ફિલ્મનો હીરો રાત્રે 12 વાગે મારા રૂમનો દરવાજો ખખડાવતો હતો. તે એવી રીતે દરવાજો ખટખટાવતો હતો કેમને લાગતું કે તે દરવાજો તોડી નાખશે. કારણ કે, તે મારા બેડરૂમમાં આવવા માગતો હતો અને મેં કહ્યું ના, એવું થવાનું નથી. આ ઘટના પછી એ હીરોએ મારી સાથે ક્યારેય કામ કર્યું નથી.'

સોશિયલ મીડિયા પર લોકોએ લગાવ્યું અનુમાન 

જોકે, આ ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કોઈનું નામ લેવાનું ટાળ્યું હતું. આ ક્લિપ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો અનુમાન લગાવવા લાગ્યા કે, તે કોની વાત કરી રહી છે. 

આ સમાચાર શેર કરો