અભિનેત્રી રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓમાં થઈ શકે છે વધારો, દિલ્હી પોલીસે આ કેસમાં મોકલ્યું સમન્સ
દિલ્હી પોલીસે HIBOX એપ કૌભાંડમાં બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીને

દિલ્હી પોલીસે HIBOX એપ કૌભાંડમાં બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીને સમન્સ પાઠવ્યું છે. રિયા પર આરોપ છે કે, તેણે જાહેરાતો દ્વારા લોકોને આ એપમાં રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા. જેને લઈને પૂછપરછ કરવા માટે અભિનેત્રીને સમન્સ મોકલવામાં આવ્યા છે. અગાઉ પોલીસે આ મામલે સોશિયલ મીડિયા ઈન્ફ્લુઆન્સર અને યુટ્યુબર એલ્વિશ યાદવ સહિત ચાર ઈન્ફ્લુઆન્સરને નોટિસ મોકલી હતી.
મળતી માહિતી પ્રમાણે, એલ્વિશ સહિતના સ્ટારે દિલ્હી પોલીસનો સંપર્ક ન કરતા ફરી એકવાર તમામને નોટિસ મોકલવાનો નિર્ણય લીધો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના IFSO યુનિટે HIBOX એપ કેસમાં એફઆઈઆર નોંધ્યા બાદ તપાસની પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં રિયા ચક્રવર્તીને 9 ઓક્ટોબરે દિલ્હીમાં IFSO ઓફિસમાં બોલાવવામાં આવી છે.
કૌભાંડોના માસ્ટરમાઈન્ડની પોલીસે કરી ધરપકડ
HIBOX એપ કેસમાં 500 કરોડનું કૌભાંડો થયું હોવાના ખુલાસો થયો છે. ત્યારબાદ દિલ્હી પોલીસે આ કૌભાંડના માસ્ટરમાઈન્ડ સિવારામની ધરપકડ કરી છે, ત્યારે જાણવા મળ્યું હતું કે, નવેમ્બર 2016માં સિવારામે સવરુલ્લા એક્સપ્રેસ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરી હતી. આ પછી ફેબ્રુઆરી 2014માં હાઈબોક્સ એપ લોન્ચ કર્યું. આ એપ થકી આશરે 30 હજાર લોકો સાથે છેતરપિંડી થઈ છે. સમગ્ર મામલામાં કેટલાય ફેમસ સ્ટાર સહિત હાઈ પ્રોફાઈલ યુટ્યુબર પણ સામિલ હોવાની જાણકારી મળી છે.
નાણાના રોકાણ કરાવીને આ રીતે કર્યું કૌભાંડ
HIBOX એપને રોકાણ યોજના તરીકે પ્રમોટ કરવામાં આવી હતી. આ એપમાં સાઇન અપ કરીને નાણાંનું રોકાણ કરવામાં આવ્યું હતું. એપ દ્વારા એકથી પાંચ ટકા સુધીનું વળતર આપવાનો દાવો કર્યો છે. જેમાં એક મહિનામાં 30-90 ટકા વળતર આપવાનું પણ આશ્વાસન આપે છે, ત્યારે શરૂઆતના તબક્કામાં લોકોને એપથી રિટર્ન મળતું હતું. પરંતુ તે પછી જુલાઈ 2024માં ટેક્નિકલ ખામીઓ અને લિગલ વેલિડિટીનો હવાલો આપીને એપ્લિકેશનમાં ચૂકવણી અટકાવવામાં આવી હતી.






