બોલિવૂડના ફેમસ ફિલ્મમેકરની પત્ની છે આ એક્ટ્રેસ છતાં રહે છે ભાડાના મકાનમાં, જાણો શું છે કારણ
વિદ્યા બાલન ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં છે. સિદ્ધાર્થ રોય કપૂ

વિદ્યા બાલન ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં છે. સિદ્ધાર્થ રોય કપૂર સાથે તેના લગ્નને ઘણા વર્ષો થઈ ગયા છે, પરંતુ હજુ સુધી તે ભાડાના મકાનમાં રહે છે. હવે વિદ્યાએ કહ્યું કે, તે તેના સપનાનું ઘર ખરીદવા માગે છે. વિદ્યાએ જણાવ્યું કે, શા માટે પોતાનું ઘર હોવા છતાં તે ભાડાના મકાનમાં રહે છે. વિદ્યા કહે છે કે, એક પરફેક્ટ ઘર શોધવું એ નસીબની વાત છે.
પહેલા મમ્મી સાથે ઘર શોધ્યું
વિદ્યાએ કહ્યું કે, તમારે ફક્ત તે જ ઘર ખરીદવું જોઈએ જેમાં તમે જાઓ અને અનુભવો કે તે તમારું છે. વિદ્યાએ ઘર શોધવાના પોતાના અનુભવ વિશે જણાવ્યું કે, 15 વર્ષ પહેલા જ્યારે તે તેની મમ્મી સાથે ઘર શોધી રહી હતી ત્યારે તેને બાંદ્રા અથવા જુહુની નજીકની જગ્યાએ ઘર જોઈતું હતું. વિદ્યાએ વધુમાં કહ્યું કે, તેની શોધ દરમિયાન તેને એક પરફેક્ટ ઘર મળ્યું, પરંતુ તે તેના બજેટની બહાર હતું. જોકે, તેની મમ્મીએ તેને EMI મેનેજ કરવાનું કહ્યું હતું. પરંતુ સિદ્ધાર્થ સાથે લગ્ન પછી પણ વિદ્યાએ તેની સાથે ઘર શોધવાનું ચાલુ રાખ્યું. બંનેએ 25 ઘર જોયા, પરંતુ તેઓ સમજી શક્યા નહીં. છેવટે બંનેને તેમને ગમતું ઘર મળી ગયું, પણ તે ભાડે હતું – જે વિદ્યાને અનુકૂળ ન હતું. હું હંમેશા કહેતી હતી કે મારે ભાડાના મકાનમાં રહેવું નથી.
તું પતિ સાથે કેમ ભાડે રહે છે?
હવે તેમના પરફેક્ટ ઘર શોધવાના સંઘર્ષ પછી, તેઓ ફરીથી તે જ મિલકતમાં ભાડે રહેવા ગયા. તેની પાછળનું કારણ જણાવતાં વિદ્યાએ કહ્યું કે, આવી જગ્યા ભાગ્યે જ જોવા મળે છે જેમાં બગીચો હોય અને સમુદ્રનો નજારો પણ હોય. તેણે મજાકમાં કહ્યું કે આ વ્યવસ્થા તેના માટે ખાસ હતી કારણ કે, તેના મકાનમાલિક સોદામાંથી "મોટો ચેક કમાઈને ખુશ" હતા.
પ્રોફેશનલ લાઇફ
વિદ્યાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લે ‘દો ઔર દો પ્યાર’માં જોવા મળી હતી. આ ફિલ્મ એક્સ્ટ્રા મેરિટલ અફેર પર બની હતી. હવે તે ‘ભૂલ ભુલૈયા 3’માં જોવા મળશે. ફરી એકવાર તે મંજુલિકા તરીકે પાછી આવી રહી છે અને ફેન્સ આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે, કાર્તિક આર્યન અને ડિમરી પણ તેમાં છે.






