મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટમાં શિફ્ટ થઈ અદા શર્મા, કહ્યું - હું જ્યારે તેમના ઘરમાં પ્રવેશી તો મને...

છેલ્લા કેટલાક મહિનાઓથી અદા શર્માના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મુંબઈના એપ

સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટમાં શિફ્ટ થઈ અદા શર્મા, કહ્યું - હું જ્યારે તેમના ઘરમાં પ્રવેશી તો મને...

છેલ્લા કેટલાક મહિનાઓથી અદા શર્માના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મુંબઈના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થવાની અટકળો ચાલી રહી છે. તાજેતરમાં, અદાએ આ અટકળો પર વાત કરતા કન્ફર્મ કર્યું છે કે તે 4 મહિના પહેલા જ આ ઘરમાં શિફ્ટ થઈ ગઈ હતી. અદાએ કહ્યું કે તે 'ધ કેરલા સ્ટોરી' અને 'ધ બક્સર સ્ટોરી'ના પ્રમોશનમાં વ્યસ્ત હતી. આ પછી તેણે મથુરાના હાથી અભયારણ્યમાં થોડા દિવસો વિતાવ્યા. અદાએ જણાવ્યું કે, હવે તે તેના નવા એપાર્ટમેન્ટમાં ઘર જેવું જ અનુભવે છે. અદા શર્માએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, કેટલાક લોકોએ તેને બાંદ્રા સ્થિત આ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કહ્યું, “હું ચાર મહિના પહેલા જ બાંદ્રામાં મોન્ટ બ્લાન્ક એપાર્ટમેન્ટના ફ્લેટમાં શિફ્ટ થઈ હતી. તાજેતરમાં મને થોડો સમય મળ્યો અને આખરે મેં અહીં રહેવાનું શરૂ કર્યું છે. 

ઘરમાં પ્રવેશતા જ પોઝિટિવ વાઇબ્સ મળી

અદા શર્માએ આગળ કહ્યું, “હું આખી જિંદગી પાલી હિલમાં એક જ ઘરમાં રહી છું અને આ પહેલીવાર છે જ્યારે હું ત્યાંથી બહાર નીકળી છું. આ જગ્યા મને પોઝિટિવ વાઇબ્સ આપે છે. કેરળ અને મુંબઈમાં અમારા ઘરો વૃક્ષોથી ઘેરાયેલા છે અને અમે પક્ષીઓ અને ખિસકોલીઓને ખવડાવતા હતા. તેથી, હું એવું ઘર ઈચ્છતી હતી જ્યાં મને આવા નજારા જોવા મળે અને પક્ષીઓને ખવડાવવા માટે પૂરતી જગ્યા હોય."

અદા શર્માએ પોતાના ઘરમાં મંદિર બનાવ્યું

અદા શર્માએ કહ્યું કે, ઘણા લોકોએ તેને ના પાડી પરંતુ તે પોતાના નિર્ણય પર અડગ રહી. અદાએ આ એપાર્ટમેન્ટ 5 વર્ષ માટે ભાડે લીધું છે. અદા તેના નવા ફ્લેટને યુનિક લાઇફસ્ટાઇલમાં ઢાળવાનો પ્રયાસ કરી રહી છે. તેણે આખા ફ્લેટને સફેદ રંગ કર્યો. અહેવાલો અનુસાર, તેણે નીચેના ભાગને મંદિરમાં બદલી નાખ્યો છે. ઉપરના માળે, એક રૂમને મ્યુઝિક રૂમમાં, બીજાને ડાન્સ સ્ટુડિયોમાં અને ટેરેસને લીલાછમ બગીચામાં ફેરવી નાખ્યું છે.

ઓછું ફર્નિચર રાખ્યું છે અદા શર્માએ

અદાએ ઘરમાં બહુ ઓછું ફર્નિચર રાખ્યું છે. તેની લાઇફસ્ટાઇમમાં જમીન પર સૂવું અને ખાવું સામેલ છે. ઓગસ્ટ 2023માં અદાએ આ એપાર્ટમેન્ટને ભાડે લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી. રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2019માં આ ફ્લેટ સુશાંત સિંહ રાજપૂતે 4.5 લાખ રૂપિયા પ્રતિ મહિનાના ભાડા પર લીધો હતો.

આ સમાચાર શેર કરો