મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

બોલિવૂડનો આ દિગ્ગજ અભિનેતા પણ થયો હતો સ્ટીરિયોટાઇપિંગનો શિકાર, જણાવી ઈન્ડસ્ટ્રીની માનસિકતા

બોલિવૂડમાં આજે પણ નેપોટિઝમના અનેક કિસ્સાઓ જોવા મળે છે. ફિલ્મી જગતમાં

બોલિવૂડનો આ દિગ્ગજ અભિનેતા પણ થયો હતો સ્ટીરિયોટાઇપિંગનો શિકાર, જણાવી ઈન્ડસ્ટ્રીની માનસિકતા

બોલિવૂડમાં આજે પણ નેપોટિઝમના અનેક કિસ્સાઓ જોવા મળે છે. ફિલ્મી જગતમાં વંશવાદ અને ઓળખાણ વિના કામ મળતું ન હોવાનું સ્ટીરિયો આજે પણ અકબંધ છે. આ સિવાય ઘણા કલાકારો એવા પણ છે કે, જેમની એક્ટિંગ અને પર્સનાલિટીની એક ચોક્કસ છબિ નિર્માતાઓ અને દિગ્દર્શકોના મનમાં ઘડાઈ ગયા બાદ તેને દૂર કરવી ખૂબ મુશ્કેલ બને છે. આવી જ એક સ્ટીરિયોટાઈપ માનસિકતાનો શિકાર જાણીતા એક્ટર મનોજ બાજપેયી બન્યો છે.

મનોજ બાજપેયી બોલિવૂડના સેલ્ફ મેડ અભિનેતામાંથી એક છે. પોતાની કાબેલિયત અને મહેનતના દમ પર તેણે એક શાનદાર અભિનેતા તરીકે પોતાની ઓળખ બનાવી છે. તાજેતરમાં તેમને 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સ્પેશિયલ મેન્શનથી સન્માનિત કરાયા હતા. મનોજે પોતાની ફિલ્મ જર્ની વિશે ખુલીને વાત કરતા જણાવ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં તે પણ સ્ટીરિયોટાઈપિંગનો શિકાર થયો હતો. તેને માત્ર મધ્યમ વર્ગ અથવા ગરીબ વ્યક્તિનો રોલ ઓફર કરવામાં આવતો હતો.

ગરીબના રોલ માટે જ કાસ્ટિંગ

મનોજ બાજપેયીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મને મધ્યમ વર્ગ અથવા ગરીબના રોલ માટે જ કાસ્ટ કરવામાં આવે છે. ક્યારેય કોઈએ અમીર વ્યક્તિ તરીકે દર્શાવ્યો ન હતો. એક માત્ર ગુલમહોર એવી ફિલ્મ છે કે, જેમાં મેં ધનિક વ્યક્તિની ભૂમિકા ભજવી હતી. ‘વીર ઝારા’માં મેં પાકિસ્તાનના રાજકારણીનો રોલ કર્યો હતો, તેમાં મારા બે સીન હતા. જેમાં હું ધનિક દેખાયો છું.

નિર્માતાઓના મનમાં એક છબિ

યશજી મક્કમ હતા કે, હું જ એ રોલ કરું. તેમણે મારી પિંજર જોયા પછી મને કાસ્ટ કર્યો હતો. મનોજ બાજપેયીએ કહ્યું કે, ફિલ્મ નિર્માતાઓ તેને એક અમીર વ્યક્તિ તરીકે બતાવવાને લઈને ખૂબ જ મૂંઝવણમાં હતા. આ ફિલ્મ નિર્માતાઓ પાસે એવી દ્રષ્ટિ જ નથી કે, તેઓ મને અન્ય કોઈ ભૂમિકામાં કલ્પિત જ કરી શકે. 

લોકોના મનમાં ગ્રંથિ બંધાઈ કે...

મેં ભજવેલી ભૂમિકાઓના કારણે વાસ્તવમાં મને અન્ય લોકોને જણાવવામાં તકલીફ પડે છે કે, હું ધનિક છું. મારી મોટાભાગની ફિલ્મો મધ્યમ વર્ગના વ્યક્તિ અથવા ગરીબ વ્યક્તિની સ્ટોરી પર આધારિત હતી. કોઈ દિગ્દર્શક મને અમીર વ્યક્તિની ભૂમિકામાં જોઈ શકે નહીં. આ સ્ટીરિયોટાઈપિંગ હજી પણ ઈન્ડસ્ટ્રીમાં અસ્તિત્વમાં છે.

આ સમાચાર શેર કરો