મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

સાઉથના સુપરસ્ટાર મોહનલાલની તબિયત બગડી, હોસ્પિટલમાં કરાયા એડમિટ

સાઉથ સુપરસ્ટાર મોહનલાલ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. તાવ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ મોહનલાલને કોચીની હોસ

સાઉથના સુપરસ્ટાર મોહનલાલની તબિયત બગડી, હોસ્પિટલમાં કરાયા એડમિટ

સાઉથ સુપરસ્ટાર મોહનલાલ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. તાવ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ મોહનલાલને કોચીની હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે. 

અભિનેતાના સ્વાસ્થ્ય અંગે જાણ થતાં તેમના ચાહકો ચિંતિત થયા છે. સોશિયલ મીડિયા પર તેના ચાહકો તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. જો કે, ચિંતાની કોઇ વાત નથી, અભિનેતા હવે ધીરે-ધીરે સ્વસ્થ થઇ રહ્યા છે, પરંતુ તેમને કેટલાક દિવસ ઘર પર આરામ કરવાની સલાહ આપવામાં આવી છે અને જાહેર સ્થળોની મુલાકાત ટાળવા તેમજ સાવચેત રહેવા પણ જણાવવામાં આવ્યું છે.

'બેરોઝ'માં દેખાશે અભિનેતા

મોહનલાલે તાજેતરમાં જ તેની ફિલ્મ એલ2: એમપુરાનની શૂટિંગ ખતમ કરી છે. હવે અપકમિંગ ફિલ્મ બેરોઝમાં દેખાશે. આ ફિલ્મમાં તે મુખ્ય પાત્રની ભૂમિકા ભજવવા ઉપરાંત ડાયરેક્ટર પણ છે. તેમની આ ફિલ્મ આ વર્ષે 2 ઓક્ટોબરે રિલીઝ થશે.

આ સમાચાર શેર કરો