બોલિવૂડ એક્ટર ગોવિંદાને વાગી ગોળી, ગંભીર હાલતમાં અંધેરીની હોસ્પિટલમાં કરાયો એડમિટ
બોલિવૂડ એક્ટર ગોવિંદા ઘાયલ થયો છે. તેને પગમાં ગોળી વાગી છે. આ બનાવ

બોલિવૂડ એક્ટર ગોવિંદા ઘાયલ થયો છે. તેને પગમાં ગોળી વાગી છે. આ બનાવ આજે સવારે પોણા પાંચ વાગ્યાના અરસામાં બન્યો હતો. ગોવિંદા સવારે ક્યાંક બહાર જવા માટે નીકળી રહ્યો હતો ત્યારે ભૂલથી મિસફાયર થયો હતો. જે બાદ ગોવિંદાને ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ફાયરિંગ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગોવિંદાની બંદૂકને પોતાના કબજામાં લઈ લીધી છે. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.
ગોવિંદાની હાલત ખરાબ
ગોવિંદાના પગમાં ગોળી વાગ્યા બાદ ખૂબ લોહી વહી ગયું છે. જેના કારણે તેની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. હાલમાં ગોવિંદા અંધેરીની ક્રિટી કેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે. ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ જણાવ્યું કે, ‘અભિનેતાની હાલત હવે ખતરાની બહાર છે. તે રિવોલ્વર સાફ કરીને અલમારીમાં રાખી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. તેમને ઘૂંટણ નીચે ગોળી વાગી હતી. ગભરાવાની જરૂર નથી.’
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ગોવિંદાએ અત્યારે એક્ટિંગની દુનિયાથી દૂરી બનાવી રાખી છે. તે લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી. જોકે, તેના મ્યુઝિક વીડિયો આવતા રહે છે. આ સાથે તે ઘણા રિયાલિટી શોમાં પણ જોવા મળે છે. ગોવિંદા તેની પત્ની સુનીતા સાથે ટીવી પર જોવા મળે છે. જ્યાં ઘણી વખત તે પોતાની પ્રોફેશનલ અને ક્યારેક અંગત જીવન વિશે એવા ખુલાસા કરે છે જેના વિશે ફેન્સ પણ જાણતા નથી.






