અભિષેક બેનર્જીએ 'સ્ત્રી 3' પર આપ્યું મોટું અપડેટ, જણાવ્યું કેટલા સમયમાં આવશે ત્રીજો ભાગ
બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને અભિનેતા રાજકુમાર રાવની ફિલ્મ 'સ્

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને અભિનેતા રાજકુમાર રાવની ફિલ્મ 'સ્ત્રી 2'ને ચારેબાજુથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મને દુનિયાભરમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ 15મી ઓગસ્ટે રિલીઝ થઈ હતી. 'સ્ત્રી 2'ને થિયેટરમાં હિટ થયાને એક અઠવાડિયું થઈ ગયું છે અને ફિલ્મે 250 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. હવે આ ફિલ્મ 300 કરોડના ક્લબમાં સામેલ થવા તરફ આગળ વધી રહી છે. 'સ્ત્રી 2'ની અપાર સફળતા બાદ 'સ્ત્રી 2'માં જનાની ભૂમિકા ભજવી રહેલા અભિષેક બેનર્જીએ 'સ્ત્રી 3'ના નિર્માણને લઈને મોટો ખુલાસો કર્યો છે.
એક ઈન્ટરવ્યૂમાં વાત કરતા, મેડોક સુપરનેચરલ યુનિવર્સમાં ‘જના’ની ભૂમિકા ભજવતા અભિનેતા અભિષેક બેનર્જીએ 'સ્ત્રી 3' પર એક મોટું અપડેટ શેર કર્યું. અભિષેકે કહ્યું કે, ત્રીજા ભાગને બનાવવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ 'સ્ત્રી 2' જેટલો સમય નહીં લાગે. અભિષેકે કન્ફર્મ કર્યું છે કે 'સ્ત્રી 3'ને બનાવવામાં 6 વર્ષ નહીં લાગે. તેણે કહ્યું કે, ફિલ્મના કેટલાક ભાગોની સ્ક્રિપ્ટ તૈયાર છે. આ વધુ મજેદાર બનશે. એક અભિનેતા હોવાને કારણે અભિષેક બેનર્જી સેટ પર પાછા ફરવા માટે ઉત્સુક છે.
અભિષેક બેનર્જી વિશે વાત કરીએ તો, 'સ્ત્રી 2' સિવાય, અભિનેતા જોન અબ્રાહમ અને શરવરીની ફિલ્મ 'વેદા'માં પણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. તેની બંને ફિલ્મો 15મી ઓગસ્ટે રિલીઝ થઈ હતી. 'સ્ત્રી 2'માં પંકજ ત્રિપાઠી અને અપારશક્તિ ખુરાના પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મમાં વરુણ ધવન અને અક્ષય કુમારે પણ ખાસ ભૂમિકા ભજવી છે.






