મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અભિષેક બચ્ચન એકલા માણી રહ્યો છે ઓલિમ્પિકનો આનંદ, યુઝર્સે પૂછવું- 'ઐશ્વર્યા અને આરાધ્યા ક્યાં છે...?'

અભિષેક બચ્ચન પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન સાથેના સંબ

અભિષેક બચ્ચન એકલા માણી રહ્યો છે ઓલિમ્પિકનો આનંદ, યુઝર્સે પૂછવું- 'ઐશ્વર્યા અને આરાધ્યા ક્યાં છે...?'

અભિષેક બચ્ચન પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન સાથેના સંબંધોને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. લાંબા સમયથી બંને કોઈ પણ ઈવેન્ટમાં કે વેકેશનમાં એકલા જોવા મળે છે, જેના કારણે તેમના સંબંધોમાં ખટાશ અને અલગ થવાની અફવાઓ તેજ બની છે. આ દરમિયાન, અભિષેકની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે પેરિસ 2024 ઓલિમ્પિકની મજા લેતો જોવા મળી રહ્યો છે.

જોકે, આ તસવીરોમાં તેમની સાથે પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન કે દીકરી આરાધ્યા બચ્ચન નથી. આવી સ્થિતિમાં, તેમના સંબંધોને લઈને અફવાઓ તેજ થઈ ગઈ. કારણ કે થોડા દિવસો પહેલા ઐશ્વર્યા રાય ન્યૂયોર્ક વેકેશન પર એકલી જોવા મળી હતી. સામે આવેલી તસવીરોમાં અભિષેક કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળી રહ્યો છે. તેણે સફેદ ટી-શર્ટ પર કેસરી રંગનો શર્ટ અને આછા વાદળી રંગનું જીન્સ પહેર્યું છે. તેણે સિગ્નેચર પીળા-રીમવાળા ચશ્મા પણ પહેર્યા છે.

અભિષેક એકલો જ માણી રહ્યો છે ઓલિમ્પિકનો આનંદ 

સમગ્ર કાર્યક્રમ દરમિયાન અભિષેક હસતો, અંગૂઠો બતાવતો અને તાળીઓ પાડતો જોવા મળ્યો હતો. તેની તસવીરો જોઈને સ્પષ્ટ થાય છે કે, તે ઓલિમ્પિક ગેમ્સમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત અને ખૂબ જ ઉત્સાહિત છે. આ સિવાય અભિષેક બચ્ચને પોતે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે સફેદ ટી-શર્ટ સાથે સફેદ શર્ટ અને જીન્સમાં જોવા મળી રહ્યો છે. સાથે જ તે હાથમાં ત્રિરંગો લહેરાવતો જોવા મળે છે.

ફેન્સ સવાલ કરી રહ્યા છે- ઐશ્વર્યા ક્યાં છે?

આ ફોટો પોસ્ટ કરતાં અભિષેકે કેપ્શનમાં લખ્યું, 'પ્રતિનિધિ!! #જયહિંદ #કમઓનઈન્ડિયા'. જોકે, આવી ખાસ ક્ષણે તેને એકલા જોઈને ફેન્સ ખૂબ જ નિરાશ છે, જેનો અંદાજ તેની તસવીરો પર આવી રહેલી કોમેન્ટ્સ પરથી પણ લગાવી શકાય છે. જ્યાં યુઝર્સ તેને પૂછી રહ્યા છે કે, તેની પત્ની ઐશ્વર્યા અને દીકરી આરાધ્યા ક્યાં છે? એક યુઝરે લખ્યું, 'મને આશા છે કે, તમારી અને ઐશ્વર્યા મેડમ વચ્ચે બધુ સારું છે'. બીજાએ પૂછ્યું, 'ઐશ્વર્યા ક્યાં છે?'

વેકેશનમાં એકલી જોવા મળી હતી ઐશ્વર્યા 

આ પહેલીવાર નથી જ્યારે કપલ અલગ-અલગ જોવા મળ્યું હોય. અભિષેક બચ્ચન પેરિસ 2024 ઓલિમ્પિક્સમાં હાજરી આપવાના હતા તેના થોડા દિવસો પહેલા, ઐશ્વર્યા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તે તેની દીકરી આરાધ્યા સાથે ન્યૂયોર્ક વેકેશન માણવા નીકળી હતી. તે એકદમ શાંત દેખાતી હતી અને તે કારમાં જતા પહેલા પાપારાઝી માટે પોઝ પણ આપતી હતી. એવું લાગતું હતું કે, તે તેના લગ્ન વિશેની અફવાઓથી બેફિકર હતી. ઉલ્લેખનીય છે કે, બંનેના લગ્નને 17 વર્ષ થઈ ગયા છે.

આ સમાચાર શેર કરો