મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'મારે ફિલ્મો છોડવી છે...' કહીને રિયા ચક્રવર્તીના પોડકાસ્ટમાં ભાવુક થઈ ગયો આમિર ખાન

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અત્યારે સિલ્વર સ્ક્રીનથી દૂર છે. આ દરમ

'મારે ફિલ્મો છોડવી છે...' કહીને રિયા ચક્રવર્તીના પોડકાસ્ટમાં ભાવુક થઈ ગયો આમિર ખાન

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અત્યારે સિલ્વર સ્ક્રીનથી દૂર છે. આ દરમિયાન, તેણે પોતાનું પોડકાસ્ટ શરૂ કર્યું છે. રિયાના પોડકાસ્ટની પહેલી ગેસ્ટ સુષ્મિતા સેન હતી. હવે તેના શોમાં ગેસ્ટ તરીકે આમિર ખાન આવી રહ્યો છે. રિયાએ અપકમિંગ એપિસોડનો પ્રોમો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. પ્રોમોમાં આમિર રિયા સાથે ખુલીને વાત કરતો જોવા મળ્યો હતો.

ફિલ્મો છોડવા માગે છે આમિર 

રિયાએ આમિરને પૂછ્યું- જ્યારે તમે અરીસા સામે જુઓ છો, તો શું તમને લાગે છે કે 'હું ખૂબ જ સુંદર છું'. હું સ્ટાર છું કે હું આમિર ખાન છું? આ સાંભળીને આમિર હસ્યો. આમિર કહે છે, 'સાચું કહું તો મને હ્રિતિક રોશન, શાહરૂખ ખાન અને સલમાન ખાન હેન્ડસમ લાગે છે.' રિયા કહે, 'ના, તમે હેન્ડસમ છો. દરેક વ્યક્તિ મારી સાથે આ બાબતે સહમત થશે. ત્યારે આમિર કહે, 'હું ક્યાં સારો દેખાઉં છું?' મારા કપડા માટે લોકો મને કેટલી વાર ટ્રોલ કરતા રહે છે.

રિયા હસીને કહે છે, 'મેં તમારા લુકને સારું કહ્યું છે, તમારી ફેશન સેન્સ નહીં.' આગળ, આમિરે રિયાના વખાણ કર્યા અને કહ્યું કે, તેણે મુશ્કેલ સમયમાં ખૂબ હિંમતથી કામ કર્યું. આમિર કહે છે કે, 'હું જાદુમાં વિશ્વાસ કરું છું.' વાતચીતમાં આગળ આમિર કહે છે કે, 'મારે ફિલ્મોથી દૂર જવું પડશે.' રિયાએ કહ્યું 'જૂઠું.' તો આમિરે કહ્યું, 'ના, હું સાચું કહું છું.' રિયાએ કહ્યું, 'લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરાવો.' આમિરે કહ્યું- કરો.

આમિર ખાન થઈ ગયો ભાવુક 

આમિર અને રિયા બંને જીવન વિશે ગહન વાતો કરતા જોવા મળ્યા હતા. એક ક્ષણ આવી જ્યારે આમિર રડ્યો. અભિનેતાએ કહ્યું કે, તેને થેરાપી દ્વારા તેના જીવનનો બીજો અધ્યાય શરૂ કરવાનો મોકો મળ્યો છે. આમિરને ઈમોશનલ જોઈને ફેન્સ ઈમોશનલ થઈ રહ્યા છે. દરેક વ્યક્તિ જાણવા માગે છે કે, તેઓ શા માટે ચિંતિત છે અને શા માટે તેમની આંખોમાં આંસુ આવી ગયા. રિયા અને આમિર વચ્ચેની ટૂંકી વાતો ફેન્સના દિલને સ્પર્શી રહી છે. હવે માત્ર એપિસોડ રિલીઝ થવાની રાહ છે.

આ સમાચાર શેર કરો