મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

આમિર ખાનને પૂર્વ પત્ની રીના દત્તાએ માર્યો હતો લાફો, કપિલના શોમાં કર્યો રસપ્રદ ખુલાસો

બોલિવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પહેલીવાર 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં પહોંચ્યો હતો.

આમિર ખાનને પૂર્વ પત્ની રીના દત્તાએ માર્યો હતો લાફો, કપિલના શોમાં કર્યો રસપ્રદ ખુલાસો

બોલિવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પહેલીવાર 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં પહોંચ્યો હતો. જ્યાં આમિર ખાને કપિલ શર્માની ટીમ સાથે ખૂબ જ મસ્તી કરી અને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે પણ ખુલીને વાત કરી. 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં આમિર ખાને તેની પૂર્વ પત્ની રીના દત્તા સાથે જોડાયેલી એક ઘટના પણ શેર કરી હતી, જ્યાં મિસ્ટર પરફેક્શનિસ્ટે કહ્યું હતું કે, તેની પૂર્વ પત્નીએ તેને લેબર પેઈન દરમિયાન લાફો માર્યો હતો.

આ પણ વાંચોઃ આમિર ખાન એવોર્ડ ફંક્શનમાં કેમ નથી જતો? મિસ્ટર પરફેક્શનિસ્ટે આપ્યો જવાબ

ભૂતપૂર્વ પત્ની રીનાએ આમિર ખાનને માર્યો લાફો!

'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં કોમેડિયન કપિલે આમિર ખાનને પૂછ્યું હતું કે, શું તે એક અભિનેતા તરીકે લોકોના વર્તનની નોંધ લે છે. ત્યારે આમિરે કહ્યું કે, તે આવું વિચિત્ર પરિસ્થિતિમાં કરે છે. પછી આમિરે કહ્યું- 'મેં શું નોટિસ કર્યું તેનો હું તમને ખ્યાલ આપવા માંગુ છું. આ એ દિવસની છે જ્યારે જુનૈદનો જન્મ થવાનો હતો. રીનાજીને લેબર પેન ઉપડ્યા હતા, અમે હોસ્પિટલમાં હતા અને એક સારા પતિની જેમ મેં તેમને શ્વાસ લેવાની કસરતો જણાવી. જ્યારે સખત દુઃખાવો થયો, ત્યારે મેં તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મને લાફો પડ્યો. રીનાજીને દુઃખાવામાં હતા, તેમણે મારો હાથ પર બચકું પણ ભરી લીધું હતું.’

ગુસ્સામાં ઘરે આવી રીના દત્તા

આમિર ખાને આગળ કહ્યું- 'પછીથી મને સમજાયું કે, મારી આસપાસ શું થઈ રહ્યું છે. મેં એક વાત નોટિસ કરી છે, જ્યારે કોઈને ખૂબ જ દુઃખાવો થાય, જેવો મહિલાઓને ડિલિવરી સમયે થાય છે. મેં આનું પ્લાનિંગ કર્યું ન હતું, તે મારી સાથે થયું...' આમિર ખાને વધુ હસીને કહ્યું કે, જ્યારે રીનાજી જુનૈદને ઘરે લઈને આવ્યાં ત્યારે તેઓ ખૂબ ગુસ્સામાં હતાં. ઉલ્લેખનીય છે કે, આમિર ખાન અને રીના દત્તાએ લગ્નના 16 વર્ષ બાદ છૂટાછેડા લઈ લીધા હતા. આમિર અને રીનાને બે બાળકો છે - દીકરો જુનૈદ ખાન અને દીકરી ઈરા ખાન.

આ સમાચાર શેર કરો