શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા સામે EDની મોટી કાર્યવાહી, 97 કરોડની સંપત્તિ જપ્ત
EDએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ બિઝનેસમેન રાજ કુન્

EDએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ બિઝનેસમેન રાજ કુન્દ્રાની 97 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. EDની મુંબઈ શાખાએ PMLL એક્ટ હેઠળ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની રૂ. 97.79 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જપ્ત કરાયેલી સંપત્તિમાં શિલ્પા શેટ્ટીના નામે જુહુ સ્થિત બંગલો પણ સામેલ છે. પુણેમાં એક બંગલા સિવાય EDએ રાજ કુન્દ્રાના નામના કેટલાક શેર પણ અટેચ કર્યા છે. EDએ પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
ED પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કોઈની સંપત્તિ જપ્ત કરે છે. ED દ્વારા જ્યારે બ્લેક મની અથવા ફંડની અનિયમિતતા અંગેના મજબૂત કારણો હોય ત્યારે જ પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે છે. આ પછી, સંબંધિત મિલકતની તપાસ કરવામાં આવે છે અને કેસ કોર્ટમાં જાય છે, જ્યાં તેની કાર્યવાહી શરૂ થાય છે. જ્યારે ED મિલકતને જપ્ત કરે છે, તેનો અર્થ એ નથી કે તેનો ઉપયોગ કરી શકાતો નથી. વ્યક્તિ તે મિલકતનો વ્યક્તિગત અથવા વ્યાપારી રીતે ઉપયોગ કરી શકે છે, ફક્ત તે ખરીદી અને વેચી શકાતી નથી અને તે મિલકત અન્ય કોઈના નામે ટ્રાન્સફર કરી શકાતી નથી.
રાજ કુન્દ્રા એડલ્ટ ફિલ્મ કેસમાં ફસાયો હતો
રાજ કુન્દ્રા અગાઉ એડલ્ટ ફિલ્મ કેસમાં જેલ પણ જઈ ચૂક્યો છે. 19 જુલાઈ, 2021 ના રોજ, રાજ કુન્દ્રાને અન્ય 11 લોકો સાથે એડલ્ટ ફિલ્મો બનાવવાના આરોપમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો. 2 મહિના જેલમાં વિતાવ્યા પછી, 20 સપ્ટેમ્બરના રોજ, મુંબઈની અદાલતે એડલ્ટ ફિલ્મ કેસમાં રાજ કુન્દ્રાને 50,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા. રાજ કુન્દ્રાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે.






