પ્રેગ્નેન્સીના છેલ્લા દિવસો એન્જોય કરી રહી છે દીપિકા પાદુકોણ, સાસુ-સસરા સાથે નીકળી ડિનર કરવા
દીપિકા પાદુકોણની ડિલિવરીને હવે માત્ર થોડા જ દિવસો બાકી છે અને અભિનેત્રી તેના પ્રેગ્ને

દીપિકા પાદુકોણની ડિલિવરીને હવે માત્ર થોડા જ દિવસો બાકી છે અને અભિનેત્રી તેના પ્રેગ્નેન્સી ફેઝને ખૂબ એન્જોય કરી રહી છે. તે લગભગ દરેક ઇવેન્ટમાં જોવા મળે છે અને તેના પરિવાર સાથે ડિનર ડેટ પર પણ જાય છે. પ્રેગ્નેન્ટ દીપિકા પણ પતિ રણવીર સિંહ સાથે ઘણી વખત જોવા મળી છે. દીપિકા પાદુકોણ 8 મહિનાની ગર્ભવતી છે અને હવે તે 20 ઓગસ્ટ, મંગળવારે તેના પરિવાર સાથે ખાસ ડિનર માટે બહાર ગઈ હતી. દીપિકા માટે આ ફેમિલી ગેટ-ટુગેધર ડિનર હતું.
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પ્રેગ્નેન્ટ દીપિકા પાદુકોણ તેના બેબી બમ્પ પર પ્રેમથી હાથ ફેરતી જોવા મળે છે તો ક્યારેક તેને મોટા કોટથી છુપાવતી જોવા મળે છે. દીપિકાની સાથે તેના સાસરિયાઓ પણ છે. દીપિકા કારમાંથી નીચે ઉતરી કે તરત જ તેણે તેના બેબી બમ્પ પર હાથ મૂક્યો અને પછી કાળજીપૂર્વક રેસ્ટોરન્ટની અંદર ચાલી ગઈ.
સાસુ અને નણંદ સાથે જોવા મળ્યા, બધા બ્લેક આઉટફિટમાં હતા
ગર્ભવતી દીપિકા તેની સાસુ અને નણંદ સાથે રેસ્ટોરન્ટમાં પહોંચી હતી. ખાસ વાત એ હતી કે, બધાએ બ્લેક કલરના આઉટફિટ પહેર્યા હતા. બ્લેક કલરના આઉટફિટમાં દીપિકાના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો સ્પષ્ટ દેખાતો હતો. આ વીડિયો પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. ફેન્સે પૂછ્યું કે બેબી શાવર ક્યારે થશે. ઘણા ફેન્સે અભિનેત્રીની સુંદરતાની પ્રશંસા કરી હતી.
ફેન્સે વખાણ કર્યા, યુઝર્સે ફરી કરી ફેક પ્રેગ્નેન્સીની વાતો
દીપિકા પાદુકોણે ફેબ્રુઆરી 2024માં તેની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી અને ત્યારથી તે સતત સમાચારોમાં રહે છે. જ્યારે ફેન્સ ઉત્સાહિત છે અને બાળકના આગમનની રાહ જોઈ રહ્યા છે, ત્યારે કેટલાક યુઝર્સ દીપિકાની પ્રેગ્નેન્સીને ફેક ગણાવી રહ્યા છે. આ વીડિયો પર ઘણા યુઝર્સે એવી જ કોમેન્ટ કરી છે કે, દીપિકાનો બેબી બમ્પ ફેક છે. કોઈએ કહ્યું કે, તે સરોગસી દ્વારા માતા બની રહી છે, તો કોઈએ કહ્યું કે તેનો બેબી બમ્પ ક્યારેક નાનો અને ક્યારેક મોટો થઈ જાય છે.






