મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

સલમાન ખાનના ઘરે ફાયરિંગ ઘટનામાં પોલીસને વધુ એક સફળતા, હરિયાણાથી 6ઠ્ઠો આરોપી ઝડપાયો

સલમાન ખાનના ઘરની બહાર એપ્રિલમાં ફાયરિંગની ઘટનાએ સમગ્ર ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડના ચ

સલમાન ખાનના ઘરે ફાયરિંગ ઘટનામાં પોલીસને વધુ એક સફળતા, હરિયાણાથી 6ઠ્ઠો આરોપી ઝડપાયો

સલમાન ખાનના ઘરની બહાર એપ્રિલમાં ફાયરિંગની ઘટનાએ સમગ્ર ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડના ચાહકોને ચોંકાવી દીધા હતા. 14મી એપ્રિલે બનેલી આ ઘટના બાદથી મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ આ કેસની સતત તપાસ કરી રહી છે, હવે આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવાના કેસમાં મુંબઈ પોલીસે છઠ્ઠા આરોપીની ધરપકડ કરી છે. થોડા દિવસો પહેલા પોલીસે આ કેસના પાંચમા આરોપી મોહમ્મદ ચૌધરીની રાજસ્થાનથી ધરપકડ કરી હતી.

સલમાનના ઘરે ફાયરિંગ કરવાના કેસમાં મુંબઈ પોલીસે

સલમાનના ઘરે ફાયરિંગ કરવાના કેસમાં મુંબઈ પોલીસે છઠ્ઠા આરોપીની હરિયાણાથી ધરપકડ કરી છે. આ વ્યક્તિનું નામ હરપાલ સિંહ છે. હરપાલ પર મોહમ્મદ રફીક ચૌધરીને પૈસા આપવા અને રેકી કરવાનું કહેવાનો આરોપ છે. પોલીસે આ કેસમાં પહેલેથી જ પંજાબમાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. જે બાદ કચ્છ - ભુજમાંથી બે આરોપી ઝડપાયા હતા. હવે રાજસ્થાન અને હરિયાણામાંથી થયેલી ધરપકડ દર્શાવે છે કે સલમાનના ઘર પર હુમલાનો આ કેસ કેટલો મોટો છે.

બિશ્નોઈ ગેંગે હુમલાની જવાબદારી લીધી હતી

14 એપ્રિલના રોજ સવારે બાઇક પર આવેલા બે શૂટરોએ સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી ઘરની દિવાલ પર વાગી હતી, જ્યારે બીજી ગોળી ઘરની જાળીને વીંધીને ડ્રોઇંગ રૂમની દિવાલ પર અથડાઈ હતી. હુમલાખોરો ઘટનાસ્થળે જ બાઈક મુકીને નાસી ગયા હતા. પોલીસે આ બે શૂટર્સ વિકી ગુપ્તા (24 વર્ષ) અને સાગર પાલ (21 વર્ષ)ની ગુજરાત-ભુજમાંથી ધરપકડ કરી હતી. થોડા દિવસો પહેલા આ કેસમાં મોટો વળાંક એ આવ્યો હતો કે પંજાબમાંથી ધરપકડ કરાયેલ અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી હતી.

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ હુમલાની જવાબદારી લેતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. આના પરથી એક વાત ચોક્કસ છે કે પોલીસે આ કેસમાં લોરેન્સ બિશ્નોઈ અને તેના ભાઈ અનમોલ બિશ્નોઈને મુખ્ય આરોપી બનાવ્યા છે.

આ સમાચાર શેર કરો