મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

સંજય છેલની ફિલ્મ' ખૂબસૂરત'ના 25 વર્ષ: ફિલ્મના ડિરેક્ટર પાસેથી જાણો અજાણી વાતો

સંજય છેલ બોલિવૂડના જાણીતા લેખક દિગ્દર્શક ગીતકાર છે. તેમની પહેલી રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'ખૂબસ

સંજય છેલની ફિલ્મ' ખૂબસૂરત'ના 25 વર્ષ:  ફિલ્મના ડિરેક્ટર પાસેથી જાણો અજાણી વાતો

સંજય છેલ બોલિવૂડના જાણીતા લેખક દિગ્દર્શક ગીતકાર છે. તેમની પહેલી રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'ખૂબસૂરત'ના હિન્દી સિનેમામાં 25 વર્ષ પૂર્ણ થયા છે. 26 નવેમ્બર 1999ના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મનું નિર્દેશન અને લેખન સંજય છેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં સંજય દત્ત, ઉર્મિલા માતોંડકર, પરેશ રાવલ અને ઓમ પુરીએ પણ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. ફિલ્મના દિગ્દર્શક સંજય છેલે કહ્યું કે 'ખુબસૂરત' તેમના માટે એક ખાસ ફિલ્મ હતી, કારણ કે સંજય દત્તે મારા પર અને આ પ્રોજેક્ટ પર વિશ્વાસ કર્યો. આ પ્રથમ વખત હતું જયારે સંજય દત્ત તેની એક્શન-હીરોની ઈમેજમાંથી બહાર નીકળીને એક રોમેન્ટિક પાત્ર ભજવ્યું હતું. તે પણ  શાનદાર રીતે. એવી જ રીતે ઉર્મિલા માટે પણ આ ફિલ્મ ખાસ હતી. તેણે પણ તેની "સેક્સ સિમ્બોલ' અભિનેત્રીની ઇમેજમાંથી બહાર આવી પ્રથમવાર કોઈ ગભરુ યુવતીની ભૂમિકા ભજવી હતી. આ એક સિલ્વર જ્યુબિલી ફિલ્મ બની હતી. 

''એ શિવાની...." we love you for that song

આ ફિલ્મનું ગીત ''એ શિવાની...."ખુબ અલગ હતું. આજે પણ આ ગીત સાથે કેટલીક યાદો જોડાયેલી છે. આ ગીતનો આઈડિયા પણ સંજય દત્તનો હતો. સંજય દત્તે જ કહ્યું હતું કે કોઈ નટખટ આઈટમ ગીત ફિલ્મમાં એડ કરીએ. અને રાત્રે ડિનર સમયે જ આ ગીતનો આઈડિયા આપ્યો. અને તરતજ મેં આ ગીત લખી નાખ્યું "એ શિવાની.... ". બીજા દિવસે  જતીન લલિતે ગીત કમ્પોઝ કર્યું અને તરત જ તબિયત સારી ન હોવા છતાં માત્ર 15 મિનિટમાં સંજય દત્તે જાલિવર સ્ટુડિયોમાં આ ગીત પોતાના અવાજમાં રેકોર્ડ કર્યું. અને આ એક માઈલસ્ટોન સોન્ગ સાબિત થયું. આજે પણ દુનિયાભરની 'શિવાની'નું હોટફેવરિટ બની ગયું છે. આજે પણ 'શિવાની' નામ ધરાવતી યુવતી જયારે પણ એરપોર્ટ પર મળે છે તરત જ મને "we love you for that song" કહે છે. 1999ની દસ હિટ ફીમલમાંથી એક 'ખુબસુરત' હતી. ફિલ્મના ચાર  સોન્ગ પણ મેં લખ્યા હતા. 

ઉપરાંત, ફિલ્મમાં  "એ શિવાની", "બહુત ખૂબસૂરત હો", "ઘુંઘટ મેં ચાંદ", "મેરા એક સપના હૈ" અને "આના જરા પાસ તો આ" જેવા અન્ય ઘણા ગીતો માટે પણ જાણીતી હતી. 'મેરા એક સપના હૈ'  જે કુમાર સાનુ અને કવિતા કૃષ્ણમૂર્તિએ સુંદર રીતે ગાયું છે. ગીતની ધૂન સરળ છતાં ભાવપૂર્ણ છે.  25 વર્ષ પછી પણ, આ ફિલ્મના ગીતો  પ્રેક્ષકોને યાદ છે. સંજય છેલ આ ફિલ્મના રીરિલીઝ માટે પણ પ્લાનિંગ કરી રહ્યા છે. 

ફિલ્મનું  શૂટિંગ પૂરું થયું ત્યારે વિલનની જરૂરિયાત  જણાઈ 

આખી ફિલ્મનું શૂટિંગ પૂરું થયુ અને જોઈ ત્યારે લાગ્યું કે ફિલ્મમાં વિલનની જરૂર છે. અને અંતમાં પરેશ રાવલનું 'ફની વિલન'નું પાત્ર એડ કરવામાં આવ્યું હતું. અને તેમનો ડાયલોગ 'મેલોડી ખાઓ ખુદ, જાન જાઓ' ઉમેરવામાં આવ્યો હતો. 

 "ઘુંઘટ મેં ચાંદ હોગા" ગીત પર પરફોર્મ કરતાં હાલમાં જ ડાન્સરનું થયું મૃત્યુ 

ગરબા કિંગના નામથી ઓળખાતા પુણેના પ્રખ્યાત ખૈલેયા અને એક્ટર અશોક માલીનું આ વર્ષે જ નવરાત્રી દરમ્યાન  "ઘુંઘટ મેં ચાંદ હોગા"  સોંગ પર ગરબા ગાતા સમયે જ નવરાત્રી મંડપમાં મૃત્યુ થયું હતું. અને તે ઘટનાના વીડિયો પણ વાઇરલ થયા હતા. આ દુર્ઘટના સમયે તેઓ  "ઘુંઘટ મેં ચાંદ હોગા" ગીત પર પોતાના દીકરા સાથે એક કાર્યક્રમમાં ગરબા રમી રહ્યા હતા. 

 30 થી વધુ ફિલ્મ લખી છે. 
સંજયે 'રંગીલા', 'યસ બોસ', 'પાર્ટનર', 'દોડ', 'કચ્ચે ધાગે', 'ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની', 'વન ટુ લા ફોર', 'કિસ્મત કનેક્શન', 'જો બોલે સો નિહાલ', 'ક્યૂંકી', 'શાદી સે પહેલે', 'મૈને પ્યાર ક્યૂં કિયા?', 'રાસ્કલ્સ', 'દિલ તો બચ્ચા હૈ જી', 'ઇન્દુ સરકાર', 'લવ યુ લોકતંત્ર',  જેવી 30 થી વધુ હિન્દી ફિલ્મ લખી છે.  સાથે 'જયસુખ ઝડપાયો' જેવી ગુજરાતી ફિલ્મ પણ પણ લખી છે. 

સંજય દ્વારા લખાયેલી બાળ ફિલ્મ HALO ને 1997માં નેશનલ એવોર્ડ મળ્યો હતો.

સંજયે સંજય દત્ત અને ઉર્મિલા અભિનીત 'ખૂબસુરત' (1999), 'ક્યા દિલ મેં કહા' (2002), 'માન ગયે મુગલ એ આઝમ' (2008) અને 'પટેલ કી પંજાબી શાદી' (2017) જેવી 4 સફળ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

સંજય છેલ એક ગીતકાર પણ છે અને તેમણે 'એ શિવાની', 'નિકમ્મા કિયા ઇસ દિલ ને', 'મોહબ્બત હૈ મિર્ચી', 'મેરા એક સપના હૈ', 'ડુ યુ વોન્ટ પાર્ટનર' જેવા 50 થી વધુ હિટ ગીતો લખ્યા છે. 

સંજયે 15 સફળ ટીવી શો અને ડીડીની ક્લાસિક  ટીવી શ્રેણી  'નુક્કડ', 'ફિલ્મી ચક્કર' (ઝી), 'ફિલિપ્સ ટોપ 10', 'અલવિદા ડાર્લિંગ હમ સબ બારાતી', તારક  મહેતા કા ઉલ્ટા ચશ્મા', 'હિટલર દીદી', 'ક્રિષ્નાબેન ખાખરાવાલા', '7 ફેરો કી હેરા ફેરી', 'નમૂને'  અને 'યે ઉન દિન કી બાત હૈ' વગેરે માટે 2000થી વધુ એપિસોડ પણ લખ્યા છે. 

સંજય એક પ્રખ્યાત ગુજરાતી-હિન્દી ટૂંકી વાર્તા લેખક, નાટક લેખક, જાહેર વક્તા અને ખૂબ જ લોકપ્રિય કટારલેખક છે. તેમણે અત્યાર સુધીમાં 13 પુસ્તકો લખ્યા છે, જેમાંથી 10 પુસ્તકો 'અંદાઝે બયાન' શ્રેણીમાં છે, એટલે કે તેમની કૃતિઓનો સંગ્રહ. તેમનો ટૂંકી વાર્તા સંગ્રહ પોસ્ટર (2020) પ્રકાશિત થયો હતો. તેમણે પીઢ થિયેટર અભિનેતા નિર્માતા 'કાંતિ મડિયા'ની બાયોગ્રાફી પણ લખી છે. 

સંજય એક કલાકાર પણ છે. તેમણે જહાંગીર આર્ટ ગેલેરી મુંબઈ (2018) અને હઠીસિંગ આર્ટ ગેલેરી (2019) અને  ગુફા આર્ટ ગેલેરી અમદાવાદમાં (2020)માં તેમનું આર્ટવર્ક પ્રદર્શિત પણ કર્યું હતું.  હાલમાં સંજય વેબ સિરીઝ લખવામાં વ્યસ્ત છે, લેખક દિગ્દર્શક તરીકે તેની આગામી હિન્દી ફિલ્મનું આયોજન કરી રહ્યા છે. ને હિન્દીમાં તેનો ટૂંકી વાર્તા સંગ્રહ પણ લખી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો