મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

આ 12 એક્ટ્રેસે સફળતાની ટોચે પહોંચી છોડી દીધી એક્ટિંગ; એમાં 2 ગુજરાતી, 1ની નેટવર્થ 1300 કરોડથી પણ વધુ

ભારતીય દર્શકોના દિલમાં ટેલીવિઝન એક વિશેષ સ્થાન ધરાવે છે. જોકે

આ 12 એક્ટ્રેસે સફળતાની ટોચે પહોંચી છોડી દીધી એક્ટિંગ; એમાં 2 ગુજરાતી, 1ની નેટવર્થ 1300 કરોડથી પણ વધુ

ભારતીય દર્શકોના દિલમાં ટેલીવિઝન એક વિશેષ સ્થાન ધરાવે છે. જોકે ઘણી ટેલિવિઝનની અભિનેત્રીઓએ કારકિર્દી ટોચ પર પહોંચ્યા પછી અભિનયને તિલાંજલિ આપી દીધી છે. 

અનધા ભોંસલે

અનધા ભોંસલે અનુપમામાં નંદિનીની ભૂમિકા ભજવીને લોકપ્રિય થઇ હતી. જોકે તેણે અચાનક જ ટેલિવિઝન છોડવાનો નિર્ણય લઇને લોકોને ચોંકાવી દીધા હતા. અભિનેત્રી ભગવાન કૃષ્ણની બહુ મોટી ભક્ત હોવાથી તેણે પોતાનું જીવન સંપૂર્ણ રીતે ભગવાન કૃષ્ણને સમર્પિત કરવાનો ફેંસલો કરીને  ટેલિવિઝનની ઝાકઝમાટ દુનિયાથી દૂર થઇ ગઇ. 

સોનિયા બંસલ 

બિગ બોસ ૧૭થી જાણીતી થયેલી સોનિયા બંસલે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીથી સંબંધ તોડી નાખવાની ઘોષણા કરી હતી. તે આત્મ-ખોજ, શાંતિ અને ઉદેશ્યના માર્ગ પર જતી હોવા માંગતી હોવાથી તેણે ક્ષેત્ર સંન્યાસ લઇ લીધો હતો. 

મોહિના કુમારી

મોહિના કુમારી ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સનો હિસ્સો બન્યા પછી જાણીતી થઇ હતી. તેના પહેલા ઓડિશનનો વીડિયો વાયરલ થયો ત્યારે તેણે લોકોને જણાવ્યું હતું કે તે રીવાની રાજ કુમારી છે. તેણે ટેલિવિઝનનો યે રિસ્તા ક્યા કહલાતા હૈમાં કામ કર્યું હતું. ૨૦૧૯માં લગ્ન કર્યા પછી તેણે ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. 
 
આશકા ગોરાડિયા

આશકા ગોરડિયા ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ પરંતુ તેણે અભિનયને તિલાંજલી આપવાનો પોતાનો નિર્ણય જણાવીને દર્શકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા. તેણે પોતાનું ધ્યાન અભિનયથી હટાવીને યોગ અને પોતાના કોસ્ટમેટિક્સ બિઝનેસ  પર આપવાનો નિર્ણય લીધો હતો. તેની નેટ વર્થ આજે ૧૩૦૦ કરોડ રૂપિયા કરતાં પણ વધારે છે. 

દિશા વકાણી

તારક મહેતા કા ઊલ્ટા ચશ્મામાં દયા બહેનની ભૂમિકા કરીને લોકપ્રિય થઇ ગઇ હતી. તેણે ૨૦૧૭માં મેટરનિટી લીવ લીધી હતી અને એ પછી શોમાં પાછી આવી નહીં. 

અંજુ ફારુકી

અંજુમ ફારુકી બાલિકા બધુ સીરિયલમાં ગૌરીના પાત્ર માટે જાણીતી થઇ હતી. પરંતુ ૨૦૧૩માં સાકિબ સૈયદ સાથે લગ્ન કર્યા પછી તેણે ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. 

દીપિકા કક્કર 

દીપિકા કક્કર  કોઇ પણ કારણ આપ્યા વગર કે પછી સત્તાવાર ઘોષણા કર્યા વિના ટેલિવિઝનથી  દૂર થઇ ગઇ છે. તે કોઇ પણ શોનો હિસ્સો હોતી નથી. 

અદિતિ મલિક

અદિતિ મલિક ઘણા શોનો હિસ્સો બની હતી. પરંતુ તેણ થોડા વરસો પહેલા હોટલ માલિક બનવાનું પોતાનું શમણું પુરુ કરવા માટે શોબિઝ છોડી દીધું. 

રાજશ્રી ઠાકુર 

રાજશ્રી ઠાકુર સાત ફેરે : સલોની સીરિયલ દ્વારા ઘરઘરમાં લોકપ્રિય થઇ હતી. ૨૦૧૫માં તેણે અભિનયને તિલાંજલી આપી દીધી હતી. ૨૦૧૭માં તેણે કન્યારત્નને જન્મ આપ્યો હતો. 

પૂનમ નરુલા

પૂનમ નરુલા એકતા કપૂરની કસૌટી જિંદગી કી અને કહાની ઘરઘર કી શો તેમજ અન્ય સીરિયલોમાં જોવા મળી હતી. જોકે ૨૦૧૦ પછી તેણે એકટિંગ છોડી દીધી અને તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલના અનુસાર તે વેડિંગ પ્લાનર છે. 

શ્વેતા સાલ્વે

હિપ હિપ હુરે, લેફ્ટ રાઇટ લેફ્ટ તેમજ અન્ય  સીરિયલોનો હિસ્સો રહી ચુકેલી શ્વેતાએ એકટિંગ છોડીને પતિ સાથે ગોવામાં રેસ્ટોરન્ટ ચલાવે છે. 

સૌમ્યા શેઠ

નવ્યા :નઇ ધડકન તેમજ અન્ય સીરિયલોમાં અભિનય કયો હતો. લગ્ન કર્યા પછી તે અમેરિકામાં પતિ સાથે સ્થાયી થઇ ગઇ. 

આ સમાચાર શેર કરો