Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : Tips for Students to become successful in life

Tips for Students / તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માંગતા હોવ, તો આજે જ બદલી નાખો આ 6 આદતો

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2024
લાઇવ ટીવીGoogle News
Tips for Students / તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માંગતા હોવ, તો આજે જ બદલી નાખો આ 6 આદતો

આ વાતમાં કોઈ શંકા નથી કે શિસ્ત જીવનના તમામ તબક્કામાં મહત્ત્વપૂર્ણ છે, પરંતુ વિદ્યાર્થી જીવનમાં તેનું મહત્ત્વ વધી જાય. જીવનના આ વર્ષો ખૂબ કિંમતી હોય છે. જો આ યોગ્ય રીતે અને વિચારપૂર્વક ખર્ચવામાં ન આવે તો, ન તો તમારા લક્ષ્યો પૂરા થાય છે અને ન તો તમે સરળ જીવન જીવી શકો છો. ચાલો જાણીએ આવી જ કેટલીક આદતો વિશે જેનાથી દૂર રહેવું વધુ સારું છે.

App Store

વિલંબ  

સફળ વિદ્યાર્થી માટે સૌથી મોટો અવરોધ વિલંબની આદત છે. જે પણ કામ કરવાનું હોય, જ્યારે કરવાનું હોય ત્યારે જ પૂર્ણ કરો અને તેને મુલતવી ન રાખો. તેનાથી તમારામાં આત્મવિશ્વાસ વધશે. આના માટે એક સરળ માર્ગ એ છે કે તમારા માટે સમયમર્યાદા નક્કી કરો અને લક્ષ્યો એવા રાખો કે જેને પ્રાપ્ત કરી શકાય.

મલ્ટીટાસ્કિંગ  

આ સમય મલ્ટીટાસ્કિંગ માટે યોગ્ય નથી. જો કે એક સાથે ઘણી વસ્તુઓ કરવી એ સારી સ્કિલ છે પરંતુ વિદ્યાર્થી જીવનમાં તે જરૂરી નથી. એક સમયે એક કામ કરો અને સંપૂર્ણ એકાગ્રતા સાથે કરો. તેને યોગ્ય રીતે પૂર્ણ કર્યા પછી જ આગળ વધો.

ટાઈમ મેનેજમેન્ટમાં અસમર્થતા

વિદ્યાર્થી જીવનમાં સમય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કયો ક્લાસ કેટલા વાગ્યા સુધી છે, દિવસમાં કેટલો સમય ઊંઘ લેવી, કયા વિષયનો અભ્યાસ કેટલા સમય સુધી કરવો, વગેરે વસ્તુઓને મેનેજ કરવી ખૂબ જ જરૂરી છે. જે વિદ્યાર્થીઓ ખરાબ  ટાઈમ મેનેજમેન્ટનો ભોગ બને છે તેઓ ક્યારેય તેમના ધ્યેયો સિદ્ધ કરી શકતા નથી. આ માટે સારું શેડ્યૂલ બનાવો અને તેને પૂર્ણ કરો.

સોશિયલ મીડિયા 

આ અંગે નિષ્ણાતોનું કહેવું છે કે સોશિયલ મીડિયાને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તે તમારો સમય બગાડે છે. તમે પાંચ મિનિટ માટે કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચેક કરવા જશો અને 35 મિનિટ ક્યારે પસાર થઈ જશે તે ખ્યાલ નહીં આવે. ઉપરાંત, તે એક પ્રકારનું વ્યસન છે જે તમને વિચલિત કરવા સિવાય બીજું કંઈ કરતું નથી. તેનાથી દૂર રહો અથવા સમય મર્યાદા સાથે જ તેનો ઉપયોગ કરો.

સકારાત્મક માનસિકતાનો અભાવ

સ્પર્ધાને કારણે, માતા-પિતાના દબાણને કારણે અથવા તમારી વિચારસરણીના કારણે ગમે તે કારણસર તમે પરિણામની વારંવાર ચિંતા કરશો તો તમારા અભ્યાસ પર અસર થશે. તેથી તમારા હૃદયમાંથી નિષ્ફળતાના ડરને દૂર કરો અને ફક્ત તમારું શ્રેષ્ઠ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરો.

જંક ફૂડ 

હેલ્ધી માઈન્ડ માટે શારીરિક રીતે સ્વસ્થ રહેવું પણ ખૂબ જ જરૂરી છે. તેવી જ રીતે સારા સ્વાસ્થ્ય માટે યોગ્ય ખોરાક જરૂરી છે. આને ધ્યાનમાં રાખીને, હેલ્ધી ડાયટ અપનાવો અને શક્ય હોય ત્યાં સુધી જંક ફૂડથી દૂર રહો. પુષ્કળ પાણી પીઓ, કઠોળ, શાકભાજી, દહીં, ફળ વગેરે ખાઓ અને તમારા શરીરનું ધ્યાન રાખો. શારીરિક પ્રવૃત્તિને કોઈને કોઈ સ્વરૂપે તમારા જીવનનો એક ભાગ બનાવો.