Career Tips / સફળ મેકઅપ આર્ટિસ્ટ બનવા માટે આવશ્યક છે આ 5 સ્કિલ્સ
આપણે સૌ સુંદર દેખાવાની ઈચ્છા રાખીએ છીએ. ખાસ કરીને, તે લગ્ન હોય, ફોટો શૂટ હોય કે કોઈ ખાસ પ્રસંગ હોય, આપણે બધાથી અલગ

આપણે સૌ સુંદર દેખાવાની ઈચ્છા રાખીએ છીએ. ખાસ કરીને, તે લગ્ન હોય, ફોટો શૂટ હોય કે કોઈ ખાસ પ્રસંગ હોય, આપણે બધાથી અલગ દેખાવા માંગીએ છીએ અને તેથી પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટની મદદ લઈએ છીએ. સામાન્ય રીતે, મેકઅપ આર્ટિસ્ટ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, પરંતુ લોકો અમુક જ પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ પર વિશ્વાસ કરે છે અને વધારાના પૈસા ચૂકવીને પણ તેમની પાસેથી સર્વિસ લે છે.
આજના સમયમાં ઘણા લોકો મેકઅપ આર્ટિસ્ટ તરીકે પોતાનું કરિયર બનાવવા માંગે છે. તેમને લાગે છે કે જો તેઓ મેકઅપ આર્ટિસ્ટને લગતો કોર્સ કરે છે તો તેઓ સફળ મેકઅપ આર્ટિસ્ટ બની શકે છે. જ્યારે વાસ્તવમાં એવું નથી. મેકઅપ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ સ્થાન મેળવવા માટે, તમારી પાસે અન્ય ઘણી કુશળતા પણ હોવી જોઈએ. તો આજે આ આર્ટીકલમાં અમે તમને એવી જ કેટલીક સ્કિલ્સ વિશે જણાવી રહ્યા છીએ, જે તમને સફળ મેકઅપ આર્ટિસ્ટ બનવામાં મદદ કરશે.
ક્રિએટિવિટી
મેકઅપ વાસ્તવમાં એક કળા છે અને તેથી સફળ મેકઅપ આર્ટિસ્ટ બનવા માટે તમે થોડા ક્રિએટિવ હોવ તે ખૂબ જ જરૂરી છે. તમારા માટે ચહેરાના આકાર અને લક્ષણોને સમજવું મહત્ત્વપૂર્ણ છે જેથી કરીને તમે તેને વધુ સારી રીતે પ્રકાશિત કરી શકો. તમારા માટે એટલા ક્રિએટિવ બનવું જરૂરી છે કે તમે તમારા ક્લાયન્ટને આકર્ષક દેખાવ આપી શકો. તમે થોડા ક્રિએટિવ હશો, તો તમે વિવિધ ટેક્નિક, રંગો અને સ્ટાઇલ સાથે થોડા પ્રયોગ કરી શકશો.
ટેક્નિકલ સ્કિલ
મેકઅપ આર્ટિસ્ટ તરીકે તમારી ટેક્નિકલ સ્કિલ પણ ખૂબ સારી હોવી જોઈએ. તમારી પાસે વિવિધ ઉત્પાદનો, સાધનો અને ટેક્નિકનું જ્ઞાન હોવું જોઈએ. જેથી તમે દરેક પ્રકારની ત્વચા અને ચહેરાના આકારને સમજી શકો અને તેને શ્રેષ્ઠ દેખાવ આપી શકો. જો તમે દરેક બ્રશ, રંગ અને ટેક્નિકને જાણતા નથી, તો પછી તમે તમારી જાતને બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ તરીકે સ્થાપિત નહીં કરી શકો.
પ્રેશર હેઠળ તમારી જાતને શાંત રાખો
આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ ક્યારેય પરફેક્ટ નથી હોતી. ક્યારેક મેકઅપ આર્ટિસ્ટ પણ મેકઅપ દરમિયાન ભૂલો કરી શકે છે. શક્ય છે કે આઈલાઈનર બરાબર ન લગાવ્યું હોય અથવા ક્લાઈન્ટે ધાર્યું હોય તેમ લિપસ્ટિક ન લાગે. આવી સ્થિતિમાં જો મેકઅપ આર્ટિસ્ટ નર્વસ થઈ જાય તો ક્લાયન્ટ વધુ નર્વસ થઈ જાય છે. સારા મેકઅપ આર્ટિસ્ટ આવી પરિસ્થિતિઓમાં શાંત રહે છે અને તરત જ ઉકેલ શોધે છે.
નાની વિગતો પર ધ્યાન આપવું
મેકઅપ કોર્સ કર્યા પછી દરેક વ્યક્તિ મેકઅપ કરે છે. પરંતુ એક સારો મેકઅપ આર્ટિસ્ટ નાની વિગતો પર ધ્યાન આપે છે. જ્યારે તમે નાની વિગતો પર ધ્યાન કેન્દ્રિત કરો છો, ત્યારે તે ફાઈનલ લુકમાં મોટો તફાવત લાવી શકે છે. આઈશેડોને મિક્સ કરવો હોય કે ફ્લોલેસ રીતે ફાઉન્ડેશન લગાવવું હોય, તમારે નાની વિગતો પર સમાન ધ્યાન આપવું જોઈએ.
કોમ્યુનિકેશન સ્કિલ
તમને કદાચ આ વાતનો ખ્યાલ નહીં હોય, પરંતુ સફળ મેકઅપ આર્ટિસ્ટ બનવા માટે તમારી કોમ્યુનિકેશન સ્કિલ પણ ખૂબ સારી હોવી જોઈએ. જ્યારે તમે તમારી કોમ્યુનિકેશન સ્કીલ્સ પર કામ કરો છો, ત્યારે તમે તમારા ક્લાયન્ટની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજી શકશો અને પછી તમારું શ્રેષ્ઠ આપી શકશો. આટલું જ નહીં, તમારી કોમ્યુનિકેશન સ્કીલ્સ ગ્રાહકો સાથે વધુ સારા સંબંધો બનાવવામાં મદદ કરે છે. જેના કારણે તમે ધીરે ધીરે સફળતાની સીડીઓ ચઢો છો.








