Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : RBI releases vacancy for 'Young Professionals', will get stipend of ₹1.5 lakh every month!

RBIએ બહાર પાડી 'યંગ પ્રોફેશનલ્સ'ની વેકેન્સી, દર મહિને મળશે ₹1.5 લાખનું સ્ટાઈપેન્ડ!

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
RBIએ બહાર પાડી 'યંગ પ્રોફેશનલ્સ'ની વેકેન્સી, દર મહિને મળશે ₹1.5 લાખનું સ્ટાઈપેન્ડ!
સોર્સ : GSTV

બેન્કિંગ ક્ષેત્રમાં નોકરી કરવાનું સપનું જોતા યુવાઓ માટે ભારતીય રિઝર્વ બેન્કે (RBI) એક શાનદાર તક બહાર પાડી છે. આરબીઆઈએ 'યંગ પ્રોફેશનલ્સ'ના પદો પર ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આ પદ પર પસંદગી પામનાર ઉમેદવારોને દર મહિને 1.5 લાખ રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. જોકે, અરજી કરતા પહેલા આ ભરતીના નિયમો જાણી લેવા જરૂરી છે. આ ભરતી સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટ બેઝિસ (કરાર આધારિત) પર કરવામાં આવશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 6 જુલાઈ છે. લાયકાત ધરાવતા અને ઈચ્છુક ઉમેદવારોને આરબીઆઈના સત્તાવાર પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

App Store

શું કામ કરવાનું રહેશે?

આરબીઆઈ દ્વારા આ 'યંગ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ' ખાસ કરીને બેન્કની કામગીરીમાં મદદરૂપ થવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ પસંદ થયેલા યુવાઓને દેશની અર્થવ્યવસ્થાનું વિશ્લેષણ કરવાનો, પોલિસી (નીતિ) બનાવવામાં મદદ કરવાનો, મહત્ત્વપૂર્ણ રિસર્ચ અને ડેટાને સમજવાનો તેમજ બેન્કિંગ અને ડિજિટલ ફાઈનાન્સ સાથે જોડાયેલા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવાનો અદ્ભુત મોકો મળશે.

મુખ્ય જવાબદારીઓ કઈ રહેશે?

યંગ પ્રોફેશનલ્સના મુખ્ય કાર્યોમાં આર્થિક અને નીતિગત રિસર્ચમાં મદદ કરવી, અલગ-અલગ ડેટાનું વિશ્લેષણ કરવું અને નાણાકીય અભ્યાસ (ફાઈનાન્સિયલ સ્ટડી) કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આરબીઆઈના આંતરિક પ્રોજેક્ટ્સ અને રિપોર્ટ્સ તૈયાર કરવામાં પોતાનું યોગદાન આપવાનું રહેશે. સાથે જ, ફાઈનાન્સિયલ સેક્ટરમાં થઈ રહેલા નવા બદલાવો પર નજર રાખવી અને આરબીઆઈની વિવિધ ટીમોને ટેકનિકલ તેમજ વિશ્લેષણાત્મક કાર્યોમાં સપોર્ટ આપવો એ તેમની મુખ્ય જવાબદારી રહેશે.

સમયગાળો અને સ્ટાઈપેન્ડ

આ પદ માટે પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને ફિક્સ 1.5 લાખ રૂપિયાનું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. આરબીઆઈની યોજના આ પદ પર શરૂઆતમાં 3 વર્ષ માટે નિમણૂક કરવાની છે. પરંતુ, જો ઉમેદવારની કામગીરી સારી હશે અને પરસ્પર સહમતિ બનશે, તો આ કોન્ટ્રાક્ટના સમયગાળાને આગળ વધારી શકાશે. જોકે, આ નોકરીનો કુલ સમયગાળો કોઈ પણ સંજોગોમાં 5 વર્ષથી વધુનો નહીં રહે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

આ પદ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે:

- સૌથી પહેલા ઉમેદવારે આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે.

- ત્યારબાદ વેબસાઈટ પર આપેલ 'યંગ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ 2026'ની લિંક ઓપન કરવાની રહેશે.

- હવે ઓનલાઈન એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.

- ફોર્મમાં પૂછવામાં આવેલી તમારી તમામ વ્યક્તિગત, શૈક્ષણિક અને વ્યાવસાયિક (પ્રોફેશનલ) વિગતો