RBIનો મોટો નિર્ણય, FCNR(B) અને NRE થાપણો પર વ્યાજ દરની મર્યાદા અસ્થાયી રૂપે દૂર કરી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ દેશમાં વિદેશી રોકાણ પ્રવાહમાં વહેતો થાય એ માટે ત્રણ વર્ષ અને પાંચ વર્ષની પાકતી સપ્ટેમ્બર 2026 સુધી નવી ફોરેન કરન્સી નોન-રેસીડેન્ટ (બેંક) થાપણો પરના વ્યાજ દરની સીલિંગ-મર્યાદાને તાતપુરતી ઉઠાવી લેવાનું જાહેર કર્યું છે. આ પગલાંથી બેંકોને નોન-રેસીડેન્ટ ઈન્ડિયન્સ-NRI ભારતીયો પાસેથી ફોરેન-કરન્સી ડિપોઝિટ મેળવવામાં વધુ સુગમતા મળશે.
રિઝર્વ બેંકે જણાવ્યું છે કે, બેંકો દ્વારા એક્ત્રિત કરવામાં આવેલી નવી FCNR(બી) થાપણો પર લાગુ વ્યાજ દરની ટોચ મર્યાદા, જેમાં પાકતી તારીખની રીન્યુ કરાયેલી થાપણો, ત્રણ વર્ષ અને તેથી વધુ સમયગાળા માટે અને પાંચ વર્ષ સુધીની સહિત માટે 17, જૂન 2026થી ઉઠાવી લઈને 30, સપ્ટેમ્બર 2026 સુધી કરાઈ છે.
આ રાહત પહેલા FCNR(બી) થાપણો ત્રણથી પાંચ વર્ષ માટે સંબંધિત કરન્સી અથવા સ્વેપ રેટ માટે ઓવરનાઈટ રેફરન્સ રેટની ટોચ મર્યાદા વત્તા 350 બેઝિઝ પોઈન્ટને આધીન હતી. એક વર્ષથી ત્રણ વર્ષથી ઓછી પાક્તી મુદ્દત ધરાવતી થાપણો ઓવરનાઈટ રેફરન્સ રેટ અથવા સ્વેપ રેટની ટોચ મર્યાદા વત્તા 250 બેઝિઝ પોઈન્ટને આધીન રહેશે.
અલગથી RBIએ 30, સપ્ટેમ્બર 2026 સુધી ત્રણ વર્ષ અને તેથી વધુ સમયગાળાની નવી NRI થાપણો પર આપવામાં આવતાં વ્યાજ દરો પરના નિયંત્રણો પણ અસ્થાયી રૂપે પાછા ખેંચી લીધા છે, જેમાં મેચ્યોરિટી પર રિન્યુઅલ કરાયેલી થાપણોનો પણ સમાવેશ થાય છે. આ છૂટછાટ હેઠળ બેંકો, હાલની જરૂરિયાતથી બંધાયેલી રહેશે નહીં કે આવી થાપણો પરના દર તુલનાત્મક સ્થાનિક રૂપિયાની મુદ્દતી થાપણો પર આપવામાં આવતાં વ્યાજ દરો કરતાં વધુ ન હોવા જોઈએ. જો કે, NRO ખાતાઓમાંથી NRI ખાતાઓમાં ટ્રાન્સફર આ મુક્તિ માટે લાયક ઠરશે નહીં.
સુધારેલા નિર્દેશો તાત્કાલિક અમલમાં મૂકવામાં આવ્યા છે. મોટાભાગની મોટી બેંકો હાલમાં લગભગ 6 ટકાના પીક FCNR(બી) થાપણ દર ઓફર કરી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઓફ ઈન્ડિયા, HDFC બેંક, ICICI બેંક ત્રણથી પાંચ વર્ષની પાકતી મુદ્દત ધરાવતી થાપણો પર 6 ટકા સુધી વ્યાજ દર ઓફર કરી રહી છે.

