Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Gold and silver prices crash today

અમેરિકા-ઈરાન શાંતિ કરાર છતાં સોના-ચાંદીમાં મોટો કડાકો, રોકાણકારોમાં ચિંતા

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
અમેરિકા-ઈરાન શાંતિ કરાર છતાં સોના-ચાંદીમાં મોટો કડાકો, રોકાણકારોમાં ચિંતા
સોર્સ : GSTV

આજે કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે એક ચિંતાજનક દિવસ રહ્યો છે, જેમાં કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદી બંનેમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, જેને કારણે રોકાણકારોને મોટો ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર સત્તાવાર રીતે હસ્તાક્ષર પણ થઈ ગયા છે તેમ છતાં આજે સોના-ચાંદીની કિંમતો ઘટી છે. ગઈકાલે અમેરિકન શેરમાર્કેટમાં મોટો કડાકો નોંધાયો હતો અને આવનારી ફેડ રેટની માહિતીને કારણે પણ રોકાણકારો સાવચેત થઈ ગયા છે. 

App Store

સોનાના ભાવમાં મોટો ઘટાડો

સોનાના ભાવમાં આજે 1829 રૂપિયાનો મોટો કડાકો બોલાયો છે. સોનાનો ગત દિવસનો બંધ ભાવ (Prev. Close) 1,53,879 રૂપિયા હતો, જેની સામે આજે બજાર 1,52,306 રૂપિયાના ઓપન ભાવે ખુલ્યું હતું.

ચાંદીમાં કડાકો

ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીમાં કુલ 6307 રૂપિયાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે. ચાંદીનો ગત દિવસનો બંધ ભાવ 2,51,807 રૂપિયા હતો, જેની સામે આજે બજાર 2,48,000 રૂપિયાના ઓપન ભાવે ખુલ્યું હતું.

આ અચાનક આવેલા ઘટાડાને કારણે બજારમાં રોકાણકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નિષ્ણાતોના મતે માર્કેટમાં હાલના વોલેટિલિટીના કારણે આ ઘટાડો જોવા મળ્યો છે. હવે આગામી દિવસોમાં ભાવ સ્થિર થશે કે વધુ ઘટશે તે જોવું રહ્યું.