JOB / IOCLમાં એપ્રેન્ટિસ માટે નીકળી 500થી વધુ નોકરીઓ, આ તારીખ સુધી ભરી શકો છો ફોર્મ

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) એ 500થી વધુ જગ્યાઓ માટે એપ્રેન્ટિસની ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો IOCLની સત્તાવાર વેબસાઈટ (iocl.com) દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
ઓનલાઈન અરજી પ્રક્રિયા આજથી (12 સપ્ટેમ્બર) શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 11 ઓક્ટોબર 2025 છે. આ ભરતી ઝુંબેશ દ્વારા કુલ 523 જગ્યાઓ ભરવામાં આવશે.
આ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
IOCL ફિટર, ઈલેક્ટ્રિશિયન, ડેટા એન્ટ્રી ઓપરેટર અને મશીનિસ્ટ જેવા વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસની જગ્યાઓ ભરી રહ્યું છે. આ જગ્યાઓ ટેકનિશિયન એપ્રેન્ટિસ (ડિપ્લોમા હોલ્ડર), ટ્રેડ એપ્રેન્ટિસ (ITI હોલ્ડર) અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (ડિગ્રી હોલ્ડર) માટે ઉપલબ્ધ છે. વિવિધ જગ્યાઓ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર નોટિફિકેશનમાં વિગતો ચેક કરી શકે છે.
વય મર્યાદા: આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 24 વર્ષ નક્કી કરવામાં આવી છે.
કેવી રીતે અરજી કરવી?
- સૌ પ્રથમ IOCLની સત્તાવાર વેબસાઈટ (iocl.com) ની મુલાકાત લો.
- હોમ પેજ પર "કારકિર્દી" અથવા "એપ્રેન્ટિસશીપ ભરતી" વિભાગ શોધો.
- ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
- આ પછી જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો (જો લાગુ પડતી હોય તો).
- ફોર્મ સબમિટ કરો અને PDF ડાઉનલોડ કરો અને તેને સુરક્ષિત રાખો.

