JOB / DRDOમાં નોકરી મેળવવાની મોટી તક, 700થી વધુ જગ્યાઓ પર થશે ભરતી; આ તારીખથી કરો અરજી

ભારતની અગ્રણી સંરક્ષણ સંશોધન સંસ્થા DRDOનો ભાગ બનવાની સુવર્ણ તક આવી છે. DRDO એ CEPTAM 11 ભરતી 2025 માટે એક નોટિફિકેશન જારી કર્યું છે, જેમાં સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ-B (STA-B) અને ટેકનિશિયન-A (TECH-A) ની 764 ખાલી જગ્યાઓ શામેલ છે. આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ 9 ડિસેમ્બર, 2025થી શરૂ થશે.
ખાલી જગ્યાઓની વિગતો
DRDO એ કુલ 764 જગ્યાઓ માટે ભરતી માટે નોટિફિકેશન જારી કર્યું છે, જેમાં ટેકનિશિયન-A (TECH-A) માટે 203 જગ્યાઓ અને ટેકનિકલ આસિસ્ટન્ટ-B (STA-B) માટે 561 જગ્યાઓ શામેલ છે. તમને જણાવી દઈએ કે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ જગ્યાઓ માટે ફક્ત ઓનલાઈન અરજી કરી શકે છે.
વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત
DRDO CEPTAM 11 ભરતી માટે ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ. ભારત સરકારના નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ લાગુ થશે. આ સિવાય શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ B (STA-B) માટે અરજી કરવા માંગતા ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પોસ્ટ મુજબ ગ્રેજ્યુએશન ડિગ્રી અથવા ડિપ્લોમા હોવું જોઈએ. ટેકનિશિયન-A (TECH-A) માટે અરજી કરવા માંગતા ઉમેદવારો પસે માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ સાથે ITI ડિગ્રી સર્ટિફિકેટ હોવું જોઈએ.
અરજી કેવી રીતે કરવી?
- સૌથી પહેલા DRDOની સત્તાવાર વેબસાઇટ: drdo.gov.in ની મુલાકાત લો
- આ પછી 'Recruitment / Notifications / CEPTAM 11' વિભાગ ખોલો.
- CEPTAM 11 પોસ્ટ લિંકને ફોલો કરો અને રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
- રજીસ્ટ્રેશન પછી, લોગ ઈન કરો અને જરૂરી વિગતો સાથે સંપૂર્ણ ફોર્મ ભરો.
- આ પછી માંગવામાં આવેલા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી ફી ચૂકવીને ફોર્મ સબમિટ કરો.
- છેલ્લે ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
અરજી ફી
- જનરલ, OBC અને EWS કેટગરીના ઉમેદવારો માટે અરજી ફી 100 રૂપિયા છે.
- SC, ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ ફી નથી.
પસંદગી પ્રક્રિયા
આ જગ્યાઓ માટે સૌથી પહેલા ટિયર-1 કોમ્પ્યુટર આધારિત પરીક્ષાલેવામાં આવશે. આ પરીક્ષામાં જરૂરી કટઓફ માર્ક્સ મેળવનારા ઉમેદવારો પછી ટિયર-2 (સ્કિલ ટેસ્ટ/ટ્રેડ ટેસ્ટ) માં ભાગ લેશે. બધા તબક્કાના પરિણામોના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

