Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / કારકિર્દી : CBSE has announced vacancies for various positions including Assistant Professor

JOB / CBSEએ આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતની જગ્યાઓ માટે બહાર પાડી ભરતી, આ તારીખ સુધીમાં ભરી લો ફોર્મ

Timeછેલ્લું અપડેટ : 04 Dec 2025
લાઇવ ટીવીGoogle News
JOB / CBSEએ આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતની જગ્યાઓ માટે બહાર પાડી ભરતી, આ તારીખ સુધીમાં ભરી લો ફોર્મ
સોર્સ : GSTV

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ વિવિધ ગ્રુપ A, B અને C જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ક્વોટા પરીક્ષા 2026 (DRQ 2026) હેઠળ, CBSEએ આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો 22 ડિસેમ્બર સુધીમાં સત્તાવાર વેબસાઈટ cbse.gov.in ની મુલાકાત લઈને આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.

App Store

CBSEએ આસિસ્ટન્ટ સેક્રેટરી, આસિસ્ટન્ટ પ્રોફેસર, આસિસ્ટન્ટ ડિરેક્ટર, જુનિયર એકાઉન્ટન્ટ અને એકાઉન્ટ્સ ઓફિસર સહિત કુલ 124 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે.

ખાલી જગ્યાઓ

  • આસિસ્ટન્ટ સેક્રેટરી - 8 જગ્યાઓ
  • આસિસ્ટન્ટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ ડિરેક્ટર (શૈક્ષણિક) - 12 જગ્યાઓ
  • આસિસ્ટન્ટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ ડિરેક્ટર (તાલીમ) - 8 જગ્યાઓ
  • આસિસ્ટન્ટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ ડિરેક્ટર (કૌશલ્ય શિક્ષણ) - 7 જગ્યાઓ
  • એકાઉન્ટિંગ ઓફિસર - 2 જગ્યાઓ
  • સુપ્રિટેન્ડન્ટ - 27 જગ્યાઓ
  • જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર - 9 જગ્યાઓ
  • જુનિયર એકાઉન્ટન્ટ - 16 જગ્યાઓ
  • જુનિયર આસિસ્ટન્ટ - 35 જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

આસિસ્ટન્ટ સેક્રેટરીની જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે. જુનિયર આસિસ્ટન્ટની જગ્યાઓ માટે 12મા ધોરણની ડિગ્રી ફરજિયાત છે. આ સિવાય ઉમેદવારો પાસે કમ્પ્યુટર પર અંગ્રેજી અને હિન્દીમાં સારી ટાઈપિંગ સ્પીડ પણ હોવી આવશ્યક છે. અન્ય જગ્યાઓ માટે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. ઉમેદવરોની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. મહત્તમ વય મર્યાદા જગ્યા પ્રમાણે બદલાય છે. શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા અંગે વધુ માહિતી માટે ઉમેદવારો નોટિફિકેશન ચેક કરી શકે છે.

આ રીતે કરો અરજી

  • CBSEની સત્તાવાર વેબસાઈટ, cbse.gov.in પર જાઓ.
  • હોમ પેજ પર ભરતી ટેબ પર ક્લિક કરો.
  • હવે ગ્રુપ A, B અને C 2025ની ભરતી માટે લિંક પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન કરવા માટે તમારી વિગતો દાખલ કરો અને ફોર્મ ભરો.
  • હવે ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • આ પછી અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
  • છેલ્લે ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

પસંદગી પ્રક્રિયા

આ વિવિધ જગ્યાઓ માટે ઉમ્દેવારોની પસંદગી ટાયર 1, ટાયર 2 પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. જુનિયર આસિસ્ટન્ટ જગ્યાઓ માટે સ્કિલ ટેસ્ટ પણ હશે. પસંદગી પ્રક્રિયા વિશે વધુ માહિતી મેળવવા માટે CBSE દ્વારા જારી કરાયેલ વિગતવાર નોટિફિકેશન ચેક કરો.