CAT 2024 પરીક્ષાના રજીસ્ટ્રેશનની લાસ્ટ ડેટ લંબાવાઈ, હવે આ તારીખ સુધી કરી શકો અરજી
કોમન એડમિશન ટેસ્ટ (CAT) 2024 માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. જે ઉમેદવ

કોમન એડમિશન ટેસ્ટ (CAT) 2024 માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. જે ઉમેદવારોએ હજુ સુધી અરજી કરી નથી તેઓને CAT 2024 માટે ફોર્મ ભરવાની વધુ એક તક મળી રહી છે. આ પરીક્ષામાં બેસવા માટે, ઉમેદવારો પાસે ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ અથવા સમકક્ષ CGPA (SC, ST અને PWD કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં 45 ટકા) સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે.
અરજી ફી
CAT 2024નું ફોર્મ ભરવા માટે ઉમેદવારો ફી ચૂકવવાની જરૂર છે. જનરલ અને EWS કેટેગરીના ઉમેદવારોએ 2,500 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે SC, ST કેટેગરીના અને દિવ્યાંગ ઉમેદારોએ 1,250 રૂપિયા ચૂકવવા પડશે.
પરીક્ષા
CATની પરીક્ષા 24 નવેમ્બરે ત્રણ શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટ સવારે 8:30થી 10:30 સુધીની છે, બીજી શિફ્ટ બપોરે 12:30થી 2:30 અને ત્રીજી શિફ્ટ સાંજે 4:30થી 6:30 સુધીની છે. પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવામાં આવશે. IIMમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને ડોક્ટરલ પ્રોગ્રામમાં પ્રવેશ માટે દર વર્ષે CAT પરીક્ષા લેવામાં આવે છે. નોન-આઈઆઈએમ દ્વારા ઓફર કરવામાં આવતા મેનેજમેન્ટ કોર્સ માટે પણ CAT સ્કોર્સનો ઉપયોગ કરવામાં આવે છે.
CAT 2024 માટે કેવી રીતે અરજી કરવી
- સૌપ્રથમ ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ iimcat.ac.in પર જવું પડશે.
- હોમ પેજ પર ઉપલબ્ધ રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
- ત્યાં રજીસ્ટ્રેશન કરીને ફોર્મ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને અરજી ફી ચૂકવો.
- છેલ્લે સબમિટ પર ક્લિક કરો અને કન્ફર્મેશન પેજ સેવ કરો.
- ભાવિ સંદર્ભ માટે ફોર્મની પ્રિન્ટ કાઢી લો.






