ચેતવણી! તમારા PAN કાર્ડ પર કોઈ બીજાએ તો લોન નથી લીધી ને? ઘરે બેઠા માત્ર 2 મિનિટમાં ચેક કરો આ સરળ રીતથી!

ચેતવણી! તમારા PAN કાર્ડ પર કોઈ બીજાએ તો લોન નથી લીધી ને? ઘરે બેઠા માત્ર 2 મિનિટમાં ચેક કરો આ સરળ રીતથી!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

આજના ડિજિટલ યુગમાં પાન કાર્ડ આપણી નાણાકીય ઓળખનો સૌથી મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. બેંક ખાતું ખોલાવવાનું હોય, લોન લેવાની હોય કે પછી ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાનું હોય, દરેક આર્થિક વ્યવહારમાં પાન કાર્ડ અનિવાર્ય છે. જોકે, જો તમારા પાન કાર્ડની વિગતો ખોટા હાથમાં પડી જાય, તો સાયબર ઠગો તમારા નામે નકલી લોન લઈને મોટી છેતરપિંડી આચરી શકે છે. આવી છેતરપિંડીથી તમને સીધું આર્થિક નુકસાન થવાની સાથે તમારો ક્રેડિટ સ્કોર પણ ખરાબ થઈ શકે છે, જેના કારણે ભવિષ્યમાં લોન મેળવવામાં મુશ્કેલી ઊભી થાય છે. સારી વાત એ છે કે તમે ઘરે બેઠા ઓનલાઈન જાણી શકો છો કે તમારા પાન કાર્ડ પર કેટલી લોન કે ક્રેડિટ કાર્ડ ચાલી રહ્યા છે.

 

ઘરે બેઠા PAN કાર્ડ પર ચાલતી લોન ચેક કરવાની સરળ રીત

જાહેરાત

તમારા નામે કોઈ અજાણી લોન ચાલી રહી છે કે નહીં તે તપાસવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરો:

  • પહેલું સ્ટેપ - CIBILની વેબસાઇટ પર જાઓ: સૌપ્રથમ તમારા મોબાઈલ કે કમ્પ્યુટરના બ્રાઉઝરમાં CIBILની સત્તાવાર વેબસાઇટ (https://www.cibil.com) ઓપન કરો. અહીં હોમપેજ પર 'Get Your CIBIL Score'નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
  • બીજું સ્ટેપ - જરૂરી વિગતો ભરો: અહીં તમારી સામે CIBILના વિવિધ સબસ્ક્રિપ્શન પ્લાન આવશે (તમે ફ્રી સ્કોરનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો). ત્યારબાદ તમારો મોબાઈલ નંબર, જન્મતારીખ અને ઈમેલ આઈડી દાખલ કરો. લોગિન માટે એક પાસવર્ડ સેટ કરો અને 'ID Type'માં 'Income Tax ID'નો વિકલ્પ પસંદ કરો.
  • ત્રીજું સ્ટેપ - PAN નંબરથી વેરિફિકેશન કરો: હવે આપેલા બોક્સમાં તમારો PAN નંબર દાખલ કરીને 'Verify Your Identity' પર ક્લિક કરો. ઈમેલ કે મોબાઈલ પર આવેલા OTPની મદદથી લોગિન પ્રક્રિયા પૂર્ણ કરો.
  • ચોથું સ્ટેપ - ક્રેડિટ રિપોર્ટ તપાસો: લોગિન થતાં જ તમારી સામે તમારો સંપૂર્ણ ક્રેડિટ રિપોર્ટ ખુલી જશે. તેમાં તમારા નામે ચાલતી તમામ લોન, ક્રેડિટ કાર્ડ અને અન્ય ક્રેડિટ એકાઉન્ટ્સની વિગતો જોવા મળશે. આ લિસ્ટ ધ્યાનથી તપાસો અને જુઓ કે તેમાં કોઈ એવી લોન તો નથી ને જે તમે ક્યારેય લીધી જ ન હોય.

ક્રેડિટ રિપોર્ટમાં નકલી લોન દેખાય તો તરત શું કરવું?

જો રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ કે ફ્રોડ લોન જોવા મળે, તો તેને જરાય નજરઅંદાજ કર્યા વિના તાત્કાલિક પગલાં લો:

● સૌથી પહેલાં તે બેંક અથવા નાણાકીય સંસ્થા (NBFC)નો સંપર્ક કરો, જેના નામે લોન બોલી રહી છે, અને તેમને લેખિતમાં જાણ કરીને લોન અંગેની સંપૂર્ણ વિગતો અને ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા પૂછો.
● CIBILની વેબસાઇટ પર જઈને પણ તે લોન એકાઉન્ટ સામે 'Dispute' નોંધાવો, જેથી તમારો ક્રેડિટ સ્કોર સુધારી શકાય.
● આ ઉપરાંત PAN કાર્ડના દુરુપયોગ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવવા માટે ઇન્કમ ટેક્સ વિભાગના ગ્રીવન્સ પોર્ટલ (https://incometax.intelenetglobal.com/pan/pan.asp) પર જઈને પણ ફરિયાદ દાખલ કરી શકાય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત