Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : The economy is in shock as consumers' purchasing power declines for the first time since 2022

ચીનની આર્થિક કમર તૂટી: 2022 પછી પહેલી વાર ગ્રાહકોની ખરીદ ક્ષમતા ઘટતા અર્થતંત્રમાં આંચકો

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ચીનની આર્થિક કમર તૂટી: 2022 પછી પહેલી વાર ગ્રાહકોની ખરીદ ક્ષમતા ઘટતા અર્થતંત્રમાં આંચકો
સોર્સ : gstv

ચીનમાં લોકોએ મે દરમિયાન ખરીદી પર ઓછો ખર્ચ કર્યો હતો. આના પરિણામે રિટેલ વેચાણમાં એટલે કે દુકાનો અને બજારોમાં વેચાણ ૦.૬ ટકાનો ઘટાડો થયો હતો. એપ્રિલમાં ૦.૨ ટકાના વધારા પછી ડિસેમ્બર ૨૦૨૨ પછી છૂટક વેચાણમાં આ પહેલી વાર ઘટાડો નોંધાયો છે. આમ ચીનના અર્થતંત્રને મોટો ફટકો પડયો છે.

App Store

મે મહિનામાં ચીનમાં ઓટોમોબાઈલ ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત થયું હતું. કારનું વેચાણ ૧૬.૧ ટકા ઘટયું હતું. વધુમાં, ઘરગથ્થુ ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક સામાનના વેચાણમાં ૧૫.૬ ટકા, બાંધકામ સામગ્રીમાં ૧૩.૬ ટકા, સોના અને ચાંદીના દાગીનામાં ૮.૯ ટકા અને ફર્નિચરમાં ૮.૭ ટકાનો ઘટાડો થયો હતો.

અહેવાલ મુજબ, ચીનમાં ગ્રાહકો હજુ પણ ખર્ચ અંગે સાવધ છે. પ્રોપર્ટી સેક્ટરમાં નબળાઈ અને રોજગાર અંગેની ચિંતાઓને કારણે લોકો મોટી ખરીદી મુલતવી રાખી રહ્યા છે.જોકે, બધા ક્ષેત્રોમાં નબળાઈનો અનુભવ થયો નથી. પીણાંના વેચાણમાં ૬.૧ ટકાનો વધારો, તમાકુ અને દારૂના વેચાણમાં ૪.૮ ટકા, દવાના વેચાણમાં ૪ ટકા, કપડાંના વેચાણમાં ૩.૮ ટકા અને કોસ્મેટિક વેચાણમાં ૨.૫ ટકાનો વધારો થયો હતો.

ચીનનો શહેરી બેરોજગારી દર એપ્રિલમાં ૫.૨ ટકાથી ઘટીને મે મહિનામાં ૫.૧ ટકા થયો છે. ડિસેમ્બર ૨૦૨૫ પછીનો આ સૌથી નીચો સ્તર છે. જાન્યુઆરી અને મે વચ્ચે કુલ છૂટક વેચાણમાં ૧.૪ ટકાનો વધારો થયો.

ચીનમાં ખરીદ શક્તિ નબળી રહી હોવા છતાં, ફેક્ટરી ઉત્પાદન અપેક્ષા કરતાં સારું રહ્યું હતું. મે મહિનામાં ચીનનું ઔદ્યોગિક ઉત્પાદન ૪.૫ ટકા વધ્યું હતું. બજારમાં ૪.૩ ટકાનો વધારો થવાની અપેક્ષા હતી, જે એપ્રિલમાં ૪.૧ ટકા હતી.

ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ મે મહિનામાં ૪.૪ ટકા થયો હતો. વીજળી, ગેસ, પાણી અને ગરમી પુરવઠા ક્ષેત્રે ૭.૬ ટકાનો મજબૂત વિકાસ નોંધાવ્યો હતો. જોકે, ખાણકામનો વિકાસ ધીમો પડીને ૨.૩ ટકા થયો.

કમ્પ્યુટર અને સંદેશાવ્યવહાર ઉપકરણોનું ઉત્પાદન ૧૭ ટકા વધ્યું હતું.  ઓટોમોબાઈલ ઉત્પાદન ૮.૩ ટકા, વિશિષ્ટ મશીનરી ઉત્પાદન ૯.૧ ટકા અને રેલ્વે અને જહાજ નિર્માણ ઉત્પાદન ૭.૪ ટકા વધ્યું હતું.

ચીનનું અર્થતંત્ર હાલમાં બે અલગ અલગ ચિત્રો રજૂ કરી રહ્યું છે. એક તરફ, ફેક્ટરીઓ અને નિકાસલક્ષી ઉદ્યોગો મજબૂત રહે છે, જ્યારે બીજી તરફ, સ્થાનિક માંગ અને ગ્રાહક ખર્ચ દબાણ હેઠળ રહે છે.

મે મહિનાના ડેટા દર્શાવે છે કે ચીનમાં ઉત્પાદન વધી રહ્યું છે, પરંતુ લોકો હજુ પણ મુક્તપણે ખર્ચ કરી રહ્યા નથી. પરિણામે, આગામી મહિનાઓમાં ગ્રાહક માંગ વધારવા માટે નવા ઉત્તેજના પગલાં રજૂ કરવા માટે ચીની સરકાર પર દબાણ વધી શકે છે.