મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

રોકાણકારો માટે કામના સમાચાર : શનિવારે લાઇવ ટ્રેડિંગ સેશન માટે શેરબજાર ઓપન રહેશે

ભારતીય શેરબજાર આગામી સપ્તાહે શનિવારના દિવસે પણ ખુલ્લું રહેશે. 18 મે 2024ના રોજ બીએસઇ અને એન

રોકાણકારો માટે કામના સમાચાર :  શનિવારે લાઇવ ટ્રેડિંગ સેશન માટે શેરબજાર ઓપન રહેશે

ભારતીય શેરબજાર આગામી સપ્તાહે શનિવારના દિવસે પણ ખુલ્લું રહેશે. 18 મે 2024ના રોજ બીએસઇ અને એનએસઇ વિશેષ લાઇવ ટ્રેડિંગ સેશન માટે શેરબજાર ઓપન રહેશે. એક્સચેન્જે બ્રોકરેજ હાઉસને આ ખાસ ટ્રેડિંગ સેશન વિશે જાણકારી આપી છે.

એનએસઇએ તેના પરિપત્રમાં જણાવ્યું કે, એક્સચેન્જ 18મે એટલે કે, શનિવારના દિવસે ઇક્વિટી અને ઇક્વિટી ડેરિવેટિવ્સમાં પ્રાથમિક સાઈટથી ડિઝાસ્ટર રિક્વરી સાઈટ પર ઇન્ટ્રા-ડે સ્વિચની સાથે એક સ્પેશિયલ લાઇવ ટ્રેડિંગ સત્રનું આયોજન કરશે. 

બીજું સેશન સવારે 11:45 વાગ્યે શરૂ થશે

આ સ્પેશિયલ ટ્રેડિંગ સેશનને બે સેગમેન્ટમાં વિભાજિત કરવામાં આવશે. સવારે 9:15 વાગ્યે સામાન્ય ટ્રેડિંગ માટે ખુલશે. બીજું સત્ર જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાઇટ પરથી આયોજિત કરવામાં આવશે. જે સવારે 11:45 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:40 વાગ્યે સમાપ્ત થશે.

આ સમાચાર શેર કરો